Saturday, October 23, 2021
Homeસોનગઢ નેશનલ હાઈ વે પર ડ્રાઈવર વગરની ટ્રક એસટી સાથે અથડાતાં 10ને...
Array

સોનગઢ નેશનલ હાઈ વે પર ડ્રાઈવર વગરની ટ્રક એસટી સાથે અથડાતાં 10ને ઈજા

સુરતઃ  તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલા નેશનલ હાઈવ નંબર 53 પર એક વિચિત્ર એક્સિડન્ટ સર્જાયો હતો. હાઈ વે પર ટ્રક પાર્ક કરીને ડ્રાઈવર ચા નાસ્તો કરવો ગયો એ દરમિયાન ટ્રક ચાલવા લાગી હતી. વગર ડ્રાઈવરે ચાલતી ટ્રકે એક મોપેડને કચડીને ચાલતી એસટી બસ સાથે ટકરાઈ હતી. જેથી બસમાં સવાર 10 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે સોનગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

હરિયાણા પાસિંગની (એચઆર 55 આર 6287) નંબરની ટ્રક સોનગઢ હાઈ વે પર પાર્ક કરીને ડ્રાઈવર ચા નાસ્તો કરવા ગયો હતો. આ દરમિયાન ટ્રક ચાલવા લાગી હતી. ટ્રકે સૌ પ્રથમ (જીજે 26 એચ 9112) નંબરની મોપેડને કચડીને આગળ વધી જેમાં ચાલતી બસને અડફેટે લીધી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયાં હતાં. લોકોએ જણાવ્યું હતું કે, ડ્રાઈવરે હેન્ડ બ્રેક ન લગાવી હોવાથી ટ્રક દોડવા લાગી હોય શકે છે.

ટ્રક આગળની સાઈડથી બસની બરાબર ડાબી કન્ડકર સાઈડ પર વચ્ચે ટકરાયું હતું. જેથી બસનો કડૂસલો વળી ગયો હતો.વળી બીજી તરફ બસ સીધી ઓવરબ્રીજની દિવાલ સાથે આવી ગઈ હોવાથી ટ્રક અને દિવાસની વચ્ચે ભેગી થવા લાગી હતી. બસના કાચ તૂટી ગયાં હતાં. અને ટ્રકને પણ બોનેટ સાઈડ ભારે નુકસાન પહોંચ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments