સોનમ કપૂરે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુંદર દેખાવવા માટે મહિના પહેલાં વર્ક આઉટ-ડાયટ પ્લાન બદલ્યો

0
31

મુંબઈઃ છેલ્લાં આઠ વર્ષથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપતી સોનમ કપૂર આ વર્ષે પણ ફેસ્ટિવલમાં જોવા મળશે. આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલ 14થી 25 મેની વચ્ચે યોજાયો છે. સોનમ કપૂર 20 તથા 21 મેએ રેડ કાર્પેટ પર જોવા મળશે. સોનમ કપૂર રેડ કાર્પેટ પર પર્ફેક્ટ દેખાય તે માટે ઘણી જ મહેનત કરતી હોય છે. તેની ન્યૂટ્રિશિયન તથા પિલાટે ટ્રેનર રાધિકા કાર્લેએ કહ્યું હતું કે ફેસ્ટિવલના એક મહિના પહેલાં જ સોનમ પોતાનો ડાયટ પ્લાન તથા વર્કઆઉટ ચેન્જ કરી નાખે છે.

અપર બૉડી પર વધુ ફોક્સઃ રાધિકા
છેલ્લાં આઠ વર્ષથી સોનમને ફિટનેસ ટ્રેનિંગ આપતી રાધિકાએ કહ્યું હતું, ‘રેડ કાર્પેટ પર હાઈ સ્લિટ ગાઉન તથા બેકલેસ આઉટફિટ સાથે ચાલવાનું હોય છે. આથી જ અમે પગની કેટલીક મુશ્કેલ એક્સરસાઈઝ કરીએ છીએ. અપર બૉડી પર વધુ ફોક્સ કરીએ છીએ કારણ કે ફ્લોન્ટ કરતાં સમયે તેનું સુંદર દેખાવવું જરૂરી છે.’ રાધિકાએ આ માટે સોનમને પિલાટે તથા કાર્ડિયો કરવાની સલાહ આપી છે. વધુમાં રાધિકાએ કહ્યું હતું, ‘સવારે અમે કોમ્બો ટ્રેનિંગની સાથે કેટલાંક ટ્રેડિશનલ પિલાટે કરીએ છીએ. સાંજના વર્કઆઉટમાં વેટ ટ્રેનિંગ તથા કાર્ડિયો હોય છે. સોનમ કપૂર જ્યારે લોસ એન્જલસ હતી ત્યારે તે સાયકલિંગ કરતી હતી.’

સોનમ ડાયટ પર પણ ધ્યાન આપે છે
આઠ મેના રોજ સોનમે ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પતિ આનંદ આહુજા સાથે લંડનમાં સેલિબ્રેટ કરી હતી. લાંબા વેકેશનને કારણે સોનમનું વજન થોડું વધી ગયું છે. જોકે, તે પોતાના ડાયટ પર ઘણું જ ધ્યાન આપે છે. રાધિકાએ કહ્યું હતું, ‘સોનમે ખાવામાં જ્યૂસ તથા પ્રોટિન ડ્રિંક્સ વધાર્યાં છે. સ્કિનને સ્મૂથ રાખવા માટે આ બધું જરૂરી છે. આ સિવાય ત્રણ ટાઈમ હળવું શાકાહારી ભોજન લે છે. સવારના નાસ્તામાં ઍવકાડો, બેરી તથા પનીરની સાથે ગ્લૂટન ફ્રી ટોસ્ટ, લંચ તથા ડિનરમાં ઘરનું જ હળવું ભોજન લે છે.’

2011માં પહેલી વાર સોનમ કપૂર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી
સોનમ સૌ પહેલાં વર્ષ 2011માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઈ હતી. ત્યારથી સોનમ દર વર્ષે આ ફેસ્ટિવલમાં ભાગ લે છે. 2018માં સોનમ લગ્નના છ દિવસ બાદ (14-15 મે) જ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here