Monday, October 25, 2021
Homeસોનમ કપૂર રેડ કાર્પેટ પર વ્હાઈટ ટક્સીડો સૂટમાં જોવા મળી
Array

સોનમ કપૂર રેડ કાર્પેટ પર વ્હાઈટ ટક્સીડો સૂટમાં જોવા મળી

કાન (ફ્રાંસ): ફ્રાંસના કાન શહેરમાં ચાલી રહેલા 72મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂરના લુક ચર્ચામાં રહ્યાં છે. હવે, સોનમ કપૂરનો રેડ કાર્પેટ લુક સામે આવ્યો છે. સોનમ કપૂર ‘Quentin Tarantino’s Once Upon A Time in Hollywood’ના પ્રીમિયરમાં Ralph એન્ડ Russoના વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી.

ગ્લેમરસ અંદાજ
રેડ કાર્પેટ પર સોનમ કપૂરનો બોલ્ડ તથા ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. સોનમ કપૂરે વ્હાઈટ ડીપ નેક લાઈનનો ટક્સીડો સૂટ પહેર્યો હતો. વ્હાઈટ બ્લેઝરની સાથે સ્ટ્રેટ પેન્ટ પહેર્યું હતું. બ્લેઝરની સાથે લાંબી વિંગ્સ પણ હતી. જે તેના ડ્રેસને હાઈલાઈટ કરતી હતી. વ્હાઈટ ડ્રેસની સાથે ચોપાર્ડની જ્વેલરી કૅરી કરી હતી. જેમાં ગ્રીન મલ્ટી લેયર નેકલેસ તથા ઈયરરિંગ્સ પહેર્યાં હતાં. હેર સ્ટાઈલની વાત કરવામાં આવે તો ટાઈટ બન બનાવ્યો હતો. સ્મોકી આઈ મેકઅપની સાથે ન્યૂડ લિપસ્ટિકમાં સોનમ ઘણી જ ગ્લેમરસ લાગતી હતી. સોનમ કપૂરના રેડ કાર્પેટ લુકને તેની બહેન તથા સ્ટાઈલિસ્ટ રિયા કપૂરે ફાઈનલ કર્યો હતો.

સોનમ કપૂરની ઈનસ્ટા પોસ્ટ

https://www.instagram.com/p/Bxu0FECluvR/?utm_source=ig_embed

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments