Wednesday, September 22, 2021
Homeસોનાક્ષીએ કર્યો ખુલાસો, લગ્ન માટે તૈયાર છું પણ ફક્ત એક જ સમસ્યા...
Array

સોનાક્ષીએ કર્યો ખુલાસો, લગ્ન માટે તૈયાર છું પણ ફક્ત એક જ સમસ્યા છે

સોનાક્ષી સિન્હા પોતાની ફિલ્મ કલંકને લઈને ખબરોમાં છે. તે હાલમાં જ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા એક ટીવીશો પર પહોંચ્યી હતી. આ શો પર તેમના કો સ્ટાર્સ વરૂણ ધવન અને આલિયા ભટ્ટ પણ હાજર હતા. આ ત્રણેય સ્ટાર્સ પોતાના લગ્નની વાતના કારણે ચર્ચામાં રહે છે. જ્યાં આલિયા અને રણબીર કપૂર મોટા ભાગે પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે ત્યાં જ એવી ખબર છે કે વરૂણ ધવન ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. જોકે આ શો પર સોનાક્ષીએ પોતાના લગ્નને લઈને ખુલાસો કર્યો છે.

https://www.instagram.com/p/BvmdnJWgZq0/?utm_source=ig_embed

આ શોના હોસ્ટે ત્રણેય સ્ટાર્સને લગ્ન વિશે સવાલ કર્યો કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે? સોનાક્ષીએ તેનો જવાબ આપતા જણાવ્યું કે તે આલિયા અને વરૂણ કરતા વહેલા લગ્ન કરવા માંગે છે. તેણે એમ પણ જણાવ્યું કે તે લગ્ન માટે તૈયાર છે અને હવે ઘર વસાવવા માંગે છે. તેણે જણાવ્યું કે તે તેની લાઈફમાં એક સારા વ્યક્તિની તલાશમાં છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા અફવા આવી હતી કે સોનાક્ષી ફિલ્મ નોટબુકના સ્ટાર ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે. ઝહીરે ઈન્ટાગ્રામ પર સોનાક્ષીને બર્થ ડે વિશ પણ કરી હતી. જોકે બન્નેના ડેટીંગની હાલ સુધી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

https://www.instagram.com/p/Bvdp8sdggs_/?utm_source=ig_embed

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સોનાક્ષી સિન્હા હાલ કલંકમાં બીઝી છે. આ ફિલ્મને અભિષેક વર્મને ડાયરેક્ટ કરી છે અને આ ઇતિહાસિક પીરિયડ ડ્રામા ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન, માધુરી દીક્ષિત, આદિત્ય રોપ કપૂર અને સંજપ દત્ત દેવા સિતારા જોવા મળશે. આ ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મના હાલમાં જ અમુક ગીતો રિલીઝ થયા છે. તેને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments