સોનાના ઘરેણાં ખરીદવાની ઉત્તમ તક, કિંમતમાં ધરખમ ઘટાડો

0
62

શુક્રવારે કારોબારમાં સોના અને ચાંદી બંન્નેની કિંમતમાં થોડો ઘટાડો નોંધાયો હતો, દિવસનો કારોબાર પૂર્ણ થતી વખતે આજરોજ સોનાની કિંમતમાં 120 રૂપિયા સસ્તું થઇને 34,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ રહેવા પામ્યો હતો. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિયેશનના જણાવ્યા મુજબ બૂલિયન માર્કેટમાં આજે સોનાની કિંમતમાં નહીંવત ઘટાડો નોંધયો હતો.

તો આ તરફ ચાંદીમાં પણ આજરોજ સામાન્ય ઘટાડો નોંધાવા પામ્યો હતો. આજે ચાંદીની કિંમતમાં 370 રૂપિયાના ઘટાડા સાથે 40,680 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થયેલ. ચાંદીની કિંમતમાં ઘટાડો ઓદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓ તરફથી નબળા વધારાને કારણે આળસ જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, આ મામલે બૂલિયન ટ્રેડર્સનું કહેવું છે કે, નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સોનાના રોકાણકારોમાં આળસ જોવા મળી હતી. જ્યારે સોનું પોતાના 2 અઠવાડિયાના નીચેના સ્તરે નોંધાયું હતું. કારણ કે, અમેરિકાના ઇકોનોમી ડેટાએ ડોલરને મજબૂત બનાવી રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ મામલે વેપારીઓનું માનવું છે. રોકાણકારોની સતર્કતા આ મામલે વધુ જોવા મળી રહી છે. આ સાથે જ ગત સપ્તાહે અમેરિકાના મોંઘા આંકડાએ ફેડરલ રિઝર્વની તરફથી આવનારા સમયગાળામાં રેટ હાઇટ થવાની સંભાવનાઓ સેવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here