સોનાલી બેન્દ્રેએ કેન્સર સર્જરીના 20 ઇંચના નિશાન સાથે ફોટોશૂટ કરાવ્યું

0
29

બોલિવૂડ ડેસ્ક: કેન્સરને હરાવીને સાજી થયેલી સોનાલી બેન્દ્રેએ વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું. જેમાં તેની કેન્સરની સર્જરીનું 20 ઇંચનું નિશાન પણ દેખાય છે. બાલ્ડ લુકમાં સોનાલી બેન્દ્રેએ ફોટો પડાવ્યા છે. પોતાના નિશાન વિશે સોનાલીએ જણાવ્યું કે, મને આનાથી કોઈ વાંધો નથી. હવે મને આ બેડોળ નથી લાગતા, હકીકતમાં તો હવે મને તે ગમે છે અને મને પણ ખબર નથી કે આવું ક્યારે બની ગયું. હું મારા શરીરને વધુ પ્રેમ કરતી થઇ ગઈ છું.

View this post on Instagram

“I’m okay with it now… I don’t even miss it,” says Sonali Bendre Behl (@iamsonalibendre) as she runs her hand neck upwards. “Yet it [my hair] was the be-all, end-all of my life. It was this stupid thing that I was hanging on to,” she shares. “My instinct was to wear a cap, a scarf or a wig—but these things are so ugly. I knew that if I had to accept it [going bald], I had to put a picture out there. Because once you share it on social media, you can feel the release.” Head to the link in our bio to read how she emerged stronger with a little help from family, friends and fans. Styled by: Anaita Shroff Adajania (@anaitashroffadajania) Photographed by: R Burman (@ridburman)

A post shared by VOGUE India (@vogueindia) on

સોનાલીએ પોતાના બાલ્ડ લુકને લઈને કહ્યું કે, હવે હું બરાબર છું અને હું મારા વાળને મિસ પણ નથી કરતી. મારાં વાળ મારાં માટે બધું જ હતાં અને હવે તે બિલકુલ નથી રહ્યા. મને એવું થતું કે મારે ટોપી, વિગ કે સ્કાર્ફ પહેરવો જોઈએ પણ તે બધું ખૂબ કદરૂપું છે. મને ખબર હતી કે જો મારે મારો વાળ વગરનો લુક સ્વીકારવો હશે તો મારે એનો ફોટો બહાર મૂકવો જ પડશે. કારણકે તમે એકવાર સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી દો પછી તમને નિરાંત લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here