Tuesday, September 28, 2021
Homeસોના ની દાણચોરી નો કાળો કારોબાર, મુંબઈ માંથી પકડાયેલું રૂપિયા 33 કરોડનું...
Array

સોના ની દાણચોરી નો કાળો કારોબાર, મુંબઈ માંથી પકડાયેલું રૂપિયા 33 કરોડનું સોનું જામનગરના કન્ટેનરમાંથી ગયું

મુંબઈ:મુંબઈ DRIના જોઈન્ટ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આપેલી માહિતીના આધારે DRIના સ્ટાફે મુંબઈના ડોંગરી વિસ્તારમાં એક સ્કુટર અને કારમાંથી 110 કિલો સોનું ઝડપી પાડ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ કરતાં આ જથ્થો જામનગરના એક EOU બ્રાસપાર્ટની ફેક્ટરીના કન્ટેનરમાં લાવવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી મુંબઈ DRIની સુચનાથી જામનગર DRI દ્વારા ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી હતી.

દાણચોર સીન્ડીકેટ દ્વારા બ્રાસપાર્ટ્સના ભંગારના કન્ટેનર કે જે દુબઈથી લોડ કરવામાં આવે છે. તેમાં સોનાનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મુંબઈના DRIના જોઈન્ટ કમિશનરને મળી હતી. જેના પગલે તેઓએ બ્રાસપાર્ટ ના કન્ટેનર કે જે ન્હાવા-શેવા પોર્ટ પર ઉતરતા હતા. તેમાંના મોટાભાગના કન્ટેનર સ્ક્રેનીંગમાં લેવામાં આવતાં હતાં. આર.આઈ.દ્વારા બ્રાસપાર્ટના કન્ટેનર સ્ક્રેનીંગમાં લેવામાં આવતા હોવાની જાણ દારચોર સીન્ડીકેટને થતાં તેમના દ્વારા નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરવામાં આવી હતી અને EOUના કન્ટેનરમાં સોનાનો જથ્થો મોકલવાનું શરૂ કર્યું હતું. કેમ કે EOU કારગો ડીક્લેર કર્યા બાદ તે કન્ટેનરની તપાસ સીધી EOU ફેક્ટરીમાં જ સ્થાનિક કસ્ટમ્સ દ્વારા કરવામાં આવતી હોય છે. તેને જે તે પોર્ટ પર કાર્યરત કસ્ટમ્સ રોકી તપાસ કરી શકતું નથી, માત્ર ટ્રાન્સપોર્ટ પરમિશન આપી જવા દેવા માં આવતું હોય છે. આવા જ એક જામનગરના EOUના કન્ટેનરમાં ડીસ્ક, સળિયા, વાયરના આકરમાં 110 કિલો સોનું દાણચોર સીન્ડીકેટ દ્વારા મોકલવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments