Wednesday, December 8, 2021
Homeસોનિયા ગાંધીએ કેન્દ્રીય પ્રધાન ગડકરીના કામની પ્રશંસા કરી,
Array

સોનિયા ગાંધીએ કેન્દ્રીય પ્રધાન ગડકરીના કામની પ્રશંસા કરી,

નવી દિલ્હી: UPAના ચેરપર્સન સોનિયા ગાંધીએ ગુરૂવારે લોકસભામાં કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીના કામની પ્રશંસા કરી હતી. સોનિયા ગાંધીએ દેશના માળખામાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચરને ઉત્તમ બનાવવાની કામગીરી કરવા બદલ ગડકરીના કામની પ્રશંસા કરી હતી.

દરેક પક્ષના સાંસદોએ મારા કામની પ્રંશસા કરી છે- ગડકરી
  • લોકસભામાં પ્રશ્નત્તોરી દરમિયાન ગડકરીના મંત્રાલય સંબધિત 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં જવાબમાં ગડકરીએ જણાવ્યું કે દેશમાં માર્ગોના નેટવર્કને વધારવા છેલ્લા પાંચ વર્ષમાં કેટલુ કામ થયું છે અને કેટલું કામ અત્યારે હાથ પર લેવામાં આવ્યુ છે.

  • ગડકરીએ જણાવ્યું હું એ ચોક્કસ કહેવા માગુ છું કે પૂરા દેશમાં સાંસદ ભલે કોઇ પણ દળના હોય એમના ક્ષેત્રમાં મારા મંત્રાલયએ કરેલી કામગીરીની દરેક જણાએ પ્રંશસા કરી છે. જ્યારે ગડકરીનું વક્તવ્ય સંસદમાં પૂરુ થયું ત્યારે ભાજપના બધા સાંસદોએ પાટલી થપથપાવીને તેમના ભાષણને વધાવ્યું હતું.
  • આ દરમિયાન ભાજપના સાંસદ ગણેશ સિંહે સ્પીકર સુમિત્રા મહાજનને કહ્યું કે નીતિન ગડકરી દ્વારા થયેલા ઉત્તમ કાર્યની પૂરા ગૃહમાં વખાણ થવા જોઇએ
  • આ સમયે સોનિયા ગાંધીએ પણ સ્મિત આપીને પાટલી થપથપાવતા ગડકરીની પ્રશંસા કરી હતી. લોકસભામાં સોનિયા ગાંધીની આવી પ્રતિક્રિયા જોઇને કોંગ્રેસના વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત બધા સાંસદોએ પાટલી થપથપાવીને ગડકરીના વખાણ કર્યા હતા.
  • ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં સોનિયા ગાંધીએ ગડકરીને પત્ર લખીને એમના સંસદીય મતવિસ્તાર રાયબરેલીમાં સડક સાથે જોડાયેલી સમસ્યાને હળવી કરવા માટે આભાર માન્યો હતો.
  • તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગડકરીના વક્તવ્યના વખાણ કર્યા હતા. રાહુલે જણાવ્ચુ હતુ કે ગડકરીજીમાં એવી હિંમત છે કે તેઓ રાફેલ ડીલ, ખેડૂતોની સમસ્યાઓ તેમજ સંસાધનોના નુકશાન અંગે સાચું બોલી શકે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments