Tuesday, September 28, 2021
Homeસોનુની વ્યથા : શાકાહારી ફૂડ હેબિટે કોરોનામાંથી સાજા થવા મદદ કરી
Array

સોનુની વ્યથા : શાકાહારી ફૂડ હેબિટે કોરોનામાંથી સાજા થવા મદદ કરી

સોનુ સૂદે માત્ર 6 દિવસમાં કોરોનાને હરાવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પણ તેણે લોકોની મદદ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે આટલા ઓછા સમયમાં કોરોનાને કેવી રીતે માત આપી તે વિશે વાત કરી. સોનુએ કહ્યું, હું શાકાહારી છું. મને વધારે ફળ અને શાકભાજી ખાવાની ટેવ છે. આ ટાઈમમાં મેં વિટામિન, કેલ્શિયમ, ઝિંક વધારે પ્રમાણમાં લીધું. બાકી મારી રોગપ્રતિકારક શક્તિએ મને કોરોનાથી સાજો કરવામાં મદદ કરી. બ્રીધિંગ એક્સર્સાઈઝ પણ વધારે કરું છું. ‘પેન ડી 40’થી લઈને તાવ આવતો ત્યારે ‘ડોલોઝ’ અને રેગ્યુલર મેડિસિન લેતો રહ્યો. નાસ લેતા પણ ઘણો ફાયદો થયો.

સોનુ સૂદને રાત્રે કેમ ઊંઘ આવતી નથી?
શનિવારે સોનુ સૂદે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે હું ઊંઘી શકતો નથી.અડધી રાત્રે પણ મદદ માટે ફોન આવે છે. સામે એક દુઃખી અવાજ સંભળાય છે જે તેમના પરિવારજનોને બચાવવા માટે હોય છે. આપણે કપરા સમયમાં જીવી રહ્યા છીએ, પરંતુ આવતીકાલ સારી હશે. બસ પોતાના પર ભરોસો રાખો. આપણે સાથે મળીને જીતીશું. આપણને બસ વધારે સાથની જરૂર છે.

આઈસોલેશનમાં પણ કામ કરતો હતો
સોનુ સૂદ હોમ આઈસોલેશનમાં પણ મદદ માટે સતત એક્ટિવ રહ્યો. તેની ટીમે જરૂરિયાતમંદ લોકોને દવાઓ, બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન મોકલી મદદ કરી.

સ્થિતિ ડરામણી છે
ગયા વર્ષે લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડનારા સોનુ સૂદે ઈમોશનલ પોસ્ટ કરી હતી. આ વર્ષે તો કોવિડના દર્દીઓ માટે બેડ અને દવાઓ ના પહોંચાડવાને લીધે લાચારી વ્યક્ત કરી છે. શુક્રવારે તેણે સો. મીડિયા પર લખ્યું, મેં સવારથી મારો ફોન મૂક્યો નથી. આખા દેશમાંથી હોસ્પિટલ, બેડ, દવાઓ, ઈન્જેક્શન માટે હજારો કોલ્સ આવી ચૂક્યા છે અને અત્યારસુધી હું ઘણાની મદદ કરી શક્યો નથી. હેલ્પલેસ અનુભવ કરું છું. સ્થિતિ ડરામણી છે. પ્લીઝ, ઘરમાં રહો, માસ્ક પહેરો અને પોતાને સંક્રમણથી બચાવો.

‘આવો મળીને જિંદગી બચાવીએ’
થોડી મિનિટ પછી સોનુએ એક બીજી પોસ્ટ કરી અને લખ્યું, જે કહ્યું, એ કર્યું. હજુ પણ મારું કામ ચાલુ છે. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને અનેક જીવન બચાવી શકીએ છીએ. આ સમય કોઈને દોષ દેવાનો નહિ, પણ તેમના માટે આગળ આવવાનો છે. જરૂરિયાતમંદ લોકો સુધી મેડિકલ સુવિધા પહોંચાડવાનું કામ કરો. આવો, મળીને જિંદગી બચાવીએ. તમારા માટે હું હંમેશાં અવેલેબલ છું.

વેક્સિન ડ્રાઈવનો બ્રાન્ડ-એમ્બેસેડર બન્યો
સોનુનું કામ અને પંજાબથી શરૂ કરવામાં આવેલી આ પહેલાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી. તેમણે કહ્યું- ‘પરોપકારી અભિનેતા સોનુ સૂદને પંજાબ સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન ડ્રાઈવ માટે બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હું આ માટે તેમને અભિનંદન આપું છું.’ સોનુ સૂદના બ્રાન્ડ-એમ્બેસડર બનવાથી કોરોના વેક્સિનેશનને લઈને વધારે જાગૃતિ આવશે. હું રાજ્યના તમામ લોકોને અપીલ કરું છું કે વહેલી તકે તેઓ વેક્સિન લઈ લે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments