Tuesday, January 18, 2022
Home'સોન ચીડિયા'ના ડબ્ડ વર્ઝનને લઈને સુશાંત સિંહે કર્યો ખુલાસો, થિયેટરને રિપોર્ટ કરવા...
Array

‘સોન ચીડિયા’ના ડબ્ડ વર્ઝનને લઈને સુશાંત સિંહે કર્યો ખુલાસો, થિયેટરને રિપોર્ટ કરવા કહ્યું

બોલિવૂડ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘સોન ચીડિયા’ને લઈને એક અગત્યની વાત સામે આવી છે. કોલકાતા, બેંગ્લોર અને ગુજરાતના અમુક વિસ્તારોથી ઘણા દર્શકોએ સુશાંતનું ધ્યાન દોર્યું કે, થિયેટરમાં સોન ચીડિયાનું ડબ્ડ વર્ઝન બતાવવામાં આવી રહ્યું છે, જે અસલી ફિલ્મ કરતાં અલગ છે. તેમાં ફિલ્મના તમામ કલાકારોના અવાજ અન્ય કોઈ ડબિંગ આર્ટિસ્ટોએ ડબ કરેલા છે. સુશાંતે આ વાતને લઈને સોશિયલ મીડિયા પર ખુલાસો કરી તેના ફેન્સને મદદ કરવા માટે કહ્યું છે. સુશાંતે જણાવ્યું કે, ઘણી ઓછી સ્ક્રીનમાં ફિલ્મ રિલીઝ થઇ હોવા છતાં તમે ફિલ્મને આટલો પ્રેમ આપ્યો તેના માટે ખૂબ ખૂબ આભાર. ઘણા બધા મને ડબ્ડ વર્ઝનને લઈને મેસેજ કરી રહ્યા છે, હું ખુલાસો કરવા માગું છું કે મેં ઓરિજિનલ કન્ટેન્ટ સિવાય કોઈ જ ડબ્ડ વર્ઝન કર્યું નથી અને મારી સાથેના ફિલ્મના કોઈપણ એક્ટરે પણ ફિલ્મ માટે ડબ કર્યું નથી. જે થિયેટરમાં ડબ્ડ વર્ઝન બતાવવામાં આવી રહ્યું હોય તેના નામ મને જણાવો જેથી હું યોગ્ય પગલાં ભરી શકું.

https://www.instagram.com/p/BuigIY4lW-h/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_test

રિવ્યૂ સારા હોવા છતાં બોક્સ ઓફિસ પર ઠંડી ફિલ્મ 
કાર્તિક આર્યનની ‘લુકા છુપ્પી’ સાથે રિલીઝ થયેલી સુશાંતની ફિલ્મને 700 જેટલી જ સ્ક્રીન મળી છે. ફિલ્મે કાલ સુધી માત્ર 2.70 કરોડ રૂપિયાની જ કમાણી કરી છે. જ્યારે એની સામે લુક્કા છુપીએ બે દિવસમાં 18 કરોડ રૂપિયાની કમાણી કરી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular