- Advertisement -
શ્રીનગરઃ પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ અભિયાન શરૂ કરી દીધુ છે. શુક્રવારે સુરક્ષાબળોએ સોપોરમાં એક આતંકીને ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટર ગુરુવારે ચાલુ કરાયુ છે. બારામૂલા જિલ્લાનાં સોપોરનાં વારપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ કાસો(કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન) શરૂ કર્યુ છે. બે થી ત્રણ આતંકીઓ સુરક્ષાબળો પર ફાયરિંગ કરી રહ્યા છે જેમાંથી એક આતંકીને સુરક્ષાબળે ઠાર માર્યો છે.
ઘાટીમાં 35 પાકિસ્તાની આતંકી
ઘાટીમાં આશરે 60 આતંકીઓ છે. જેમાંથી 35 પાકિસ્તાની આતંકી છે. આ આતંકીઓ સામે સુરક્ષાબળોએ અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનનું નામ ઓપરેશન-60 રાખવામાં આવ્યુ છે. આ પહેલા સેનાએ ઓપરેશન-25 ચલાવ્યુ હતુ.
શોપિયામાં સેના કેમ્પ પર હુમલો
આ પહેલા શોપિયામાં સેનાના કેમ્પની બહાર શંકાસ્પદ પ્રવૃતિ જોવા મળતા ગેટ પર તહેનાત સંતરીએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. LOC પર પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લઘંન કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે પણ પુંછમાં પાકિસ્તાને હુમલો કર્યો હતો જેનો સુરક્ષાબળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.