સોમનાથ મંદિર ખાતે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવનો પ્રારંભ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરી મહોત્સવને ખુલ્લો મુક્યો.

0
52

વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સૌરાષ્ટ્રનું સોમનાથ.સોમનાથ મંદિર ખાતે આજે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવનો પ્રારંભ થયો. પ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવની શરૂઆત ગત વર્ષે ઉજ્જૈનથી થઈ હતી.સોમનાથમાં આ વર્ષ દ્વિતીય મહોત્સવ યોજાઈ રહ્યો છે. 12 વર્ષ બાદ ફરી વખત સોમનાથ માં આ મહોત્સવ  યોજાશે.  સોમનાથ  માં   યોજાયેલા ત્રીદિવસીય દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવમાં પ્રથમ દિવસે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહામૃત્યુંજય યજ્ઞ, દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા વિધિ તેમજ ભવ્ય ધર્મસભા યોજાઈ હતી. સોમનાથ મહોત્સવનોપ્રારંભ મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણી એ દીપ પ્રાગટ્ય કરી કરાવ્યો હતો. ત્યારે સમગ્ર વાતાવરણ ધર્મમય બન્યું હતું. મુખ્યમંત્રી એ પોતાના અભિભાષણ માં જણાવ્યું હતું કે, આજે સરદાર વલ્લભભાઈ પટેલ હોત તો એક જુદાજ ભારતનું નિર્માણ થયું હોત. કાશ્મીરનો સળગતો પ્રશ્નજ ન ઉદ્દભવ્યો હોત. કાશ્મીરમાં 370 ની કલમ જ ન હોત. ભવ્ય અને દિવ્ય સ્વર્ગસમુ સમગ્ર કાશ્મીર દિપી ઉઠતું હોત. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબ નાં રાહ પર ચાલી રહ્યા છે.
સ્પીચ:-વિજયભાઈ રૂપાણી. (મુખ્યમંત્રી-ગુજરાત)

સોમનાથ મંદિર ખાતે દ્વિતીય દ્વાદશ જ્યોતિલીંગ સમારોહનો પ્રારંભ કરવા આવેલા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સોમનાથ મંદિરનું ભવ્ય નિર્માણ સરદાર પટેલને આભારી છે. સીએમ રૂપાણીએ વધારે મા કહ્યું કે જયા સુધી સોમનાથ દાદાનાં આશીર્વાદ છે. ત્યાં સુધી રાજ્ય અને દેશમાં કોઈ તકલીફ નહિ થાય.અને દરેક વિઘ્નનો સામનો કરવાની દાદા શક્તિ આપતા રહેશે.હિંદુઓની આસ્થાનાં સૌથી મોટા પ્રતીક ગણાતા સોમનાથ મહાદેવ મંદિર ખાતે દ્વિતીય દાદશ જ્યોતિલિંગ મહોત્સવ ઉજવાય રહ્યો છે.તારીખ 23 થી 25 સુધી વિવધ કાર્યક્રમો યોજાશે.

 

પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ કેશુભાઈ પટેલે દ્વાદશ જ્યોતિલિંગનું પૂજન કર્યું અને મૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કર્યો.ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજા ચઢાવી તેમજ યજ્ઞ મંડપમાં મૃત્યુંજય યજ્ઞમાં આહુતી આપી હતી.વિશાળ ડોમમાં યોજાયેલી ધર્મસભાને ટ્રસ્ટનાં અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધી હતી.સીએમ રૂપાણીએ સોમનાથ મહાદેવને રાજ્ય અને દેશમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી સાથેજ કહ્યું કે સોમનાથ મંદિર ની ભવ્યતા સરદાર પટેલને આભારી છે.આ મહોત્સવથી દેશની ભાતીગળ સંસ્કૃતિ અને ધર્મનું જતન થશે. ધર્મસભાની શરૂઆતમાં પુલવામાંના શહીદોને 2 મિનિટ મૌન પાણી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

રિપોર્ટર : દિપક જોષી , CN24NEWS ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here