Thursday, October 21, 2021
Homeસોમનાથ મહાદેવનો રથ અરવલ્લી જિલ્લામાં આવતા ભક્તોઓ દર્શનનો લ્હાવો લીધો
Array

સોમનાથ મહાદેવનો રથ અરવલ્લી જિલ્લામાં આવતા ભક્તોઓ દર્શનનો લ્હાવો લીધો

 

દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનો આ વર્ષે ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે.. વધુમાં વધુ લાભ લઇ શકે તે હેતુથી દરેક જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ સહિત તથા અલગ-અલગ તૈયાર કરી ગુજરાતના બઘા જિલ્લામાંથી શોભાયાત્રા નીકળી સોમનાથ પહોંચે તેવું આયોજન કરવામાં આવેલ છે.આ શોભાયાત્રા અરવલ્લી જિલ્લામાં આવી પહોંચી હતી,જેનો મોટી સંખ્યા માં ભાવિભક્તોએ લ્હોવો લીધો હતો.. આ શોભાયાત્રાનું મોડાસા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિશ્વહિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ અને સિદ્ધિવિનાયક મંદિર ના ટ્રસ્ટી તથા મહંત ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું..  મહત્વનું છે કે આ પહેલા ઉજ્જૈનના મહાકાલેશ્વર ખાતે પ્રથમ જ્યોતિલિંગ સમારોહ યોજાયો હતો ત્યાર બાદ આ વર્ષે ગુજરાતના સોમનાથ ટ્રસ્ટ યજમાન બની દ્રિતીયદ્રાદશ જ્યોતિલિંગ સમારોહ યોજવાનું નક્કી કરાયું છે તા.૨૩ થી ૨૫ દરમિયાન સોમનાથ ખાતે સાગરના સાનિધ્યમાં યોજાશે જેમાં દેશ ના આસ્થા સમાન 12 જ્યોતિર્લિંગ ના ટ્રસ્ટીઓ પૂજારીઓ દાતાઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. સોમનાથ ખાતે યોજાનાર આ ધાર્મિક કાર્યક્રમ અંગે લોકજાગૃતિ કેળવાય તે હેતુ થી રાજ્યના ૩૩ જિલ્લાઓમાં શોભા યાત્રા યોજાઈ રહી છે જે અંતર્ગત આ રથ મોડાસા ખાતે પહોંચતા ભક્તોએ દર્શનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.                                                                                       બાઈટ – જુગલકિશોર  (શાસ્ત્રી સોમનાથ મંદિર)

 

રિપોર્ટર રાહુલ પટેલ, CN24NEWS અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments