Saturday, October 23, 2021
Homeસોશિયલ મીડિયામાં સફેદ માટલાના મેસેજ ફરતા થયા, થાનના યુનિટમાંથી 80% વેચાણનો ઘટાડો
Array

સોશિયલ મીડિયામાં સફેદ માટલાના મેસેજ ફરતા થયા, થાનના યુનિટમાંથી 80% વેચાણનો ઘટાડો

સુરેન્દ્રનગર:  થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો હતો. જેમાં સફેદ માટલા હાનિકાર મટિરીયલમાંથી બનાવતા હોવાની વિગતો આપી હતી. જેને પગલે લોકો સફેદ માટલાની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે અને વેચાણમાં 80 ટકાનો ધરખમ ઘટાડો આવ્યો છે.

થાનમાં 6 વર્ષ પહેલા માટલા બનાવવાની શરૂઆત

થાનના ઉદ્યોગકારો માટીમાંથી નવી વસ્તુઓ બનાવવા માટે જાણીતા છે. અંદાજે 6 વર્ષ પહેલા અહીંયા માટીમાંથી સફેદ નળવાળા માટલા બનાવવાની શરૂઆત કરી હતી. દેખાવમાં ખુબ જ આકર્ષક લાગતા આ માટલામાં પાણી પણ ખુબ સારૂ ઠંડું થતું હોવાથી ગૃહિણીઓની પહેલી પસંદ બન્યા હતા.

અન્ય રાજ્યોમાં પણ વેચાતા

ટુંકા ગાળામાં થાનમાં 100થી વધુ યુનિટો ધમધમવા લાગ્યા હતા. જેમાં વર્ષે 5 લાખ જેટલા માટલાનું ઉત્પાદન થવા લાગ્યું હતું. જેની ગુજરાતની સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજયમાં પણ નિકાસ થવા લાગી હતી. આ વ્યવસાય દ્વારા 4 હજાર જેટલા પરીવારની રોજી રોટી ચાલતી થઇ હતી. પરંતુ આ ગૃહઉધોગ બંધ થઇ જવાની અણીએ આવી જતા તેની સાથે જોડાયેલા લોકો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. અને ખોટી ગેરસમજ ઉભી કરનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

માટલા કેવી રીતે અને શેમાંથી બનાવાય છે

થાનના સફેદ માટલા સામાન્ય રીતે બનતી માટીમાંથી જ બને છે. પરંતુ આ માટલાને ભઠ્ઠીમાં 900 ડીગ્રી તાપમાને તપાવવામાં આવે છે. જેના લીધે તેનો કલર સફેદ થઇ જાય છે. ત્યારબાદ તૈયાર થયેલા માટલા પર પેઇન્ટિંગ કરી બજારમાં મૂકવામાં આવે છે.

મેસેજ ફરતો કરનાર સામે કાર્યવાહી કરો

કોઇ વિઘ્નસંતોષીએ માટલાની બનાવટમાં ઝેરી કેમીકલ વપરાતું હોવાનો મેસેજ ફરતો કર્યો છે. મેસેજ ફરતો કરનારની સામે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કરી સજા કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
– હિતેશભાઇ પ્રજાપતિ, વેપારી

પાણી પીવાથી કોઇ નુકસાન નથી

માટલા વિશે ફરતા થયેલા મેસેજ બાદ અમે પણ અમારી રીતે તપસા કરી હતી કે શુ છે ખરેખર. પરંતુ તેમા કાઇ તથ્ય હોય તેવું લાગ્યંુ નથી. આ માટલા પણ સફેદ માટીમાંથી જ બનાવાય છે. તેનું પાણી પીવાથી નુકસાન થતું નથી.
– ડૉ. સિધ્ધેશ વોરા, સર્જન

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments