નવી દિલ્હી: સોશિયલ મીડિયા મામલે સેન્ટર ફોર એકાઉન્ટીબિલિટી એન્ડ સિસ્ટેમિક ચેન્જ CASCએ ચૂંટણી પંચને એક નોટિસ મોકલી છે. તેમણે માંગણી કરી છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોટ્સએપ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ માટે નિયમ બનાવવા જોઈએ.
એક્શન લેવામાં નહીં આવે તો કોર્ટમાં જઈશુ
CASCએ ચૂંટણી પંચને પૂછ્યું છે કે, સોશિયલ મીડિયા પર ચૂંટણી સાથે જોડાયેલી જાહેરાતની તપાસ કેમ થતી નથી. તેમનું કહેવું છે કે, જો ચૂંટણી પંચ આ વિશે કોઈ એક્શન નહીં લે તો આ કેસ કોર્ટમાં જશે.
ફેસબુક ટ્રાન્સપરન્સી ચૂલ લોન્ચ કરશે
લોકસભા ચૂંટણીમાં ફેસબુક દ્વારા થતી વિદેશી દખલગીરીને રોકવા માટે પોતાના પ્લેટફર્મ પર જાહેરાતમાં વધારે પારદર્શકતા લાવવા માટે ફેસબુક આગામી ત્રણ મહિનામાં ટ્રાન્સપરન્સી ટૂલ લોન્ચ થશે. ફેસબુક પર ચૂંટણીલક્ષી જાહેરાતો દર્શાવવા માટે તેનું વેરિફિકેશન થવું ખૂબ જરૂરી છે. જેથી ફેસબુક લોકોને ચૂંટણી જાહેરાત સાથે જોડાયેલી માહિતી આપી શકે.
ફેસબુકના સિવિક મેનેજમેન્ટમાં પ્રોડક્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર સમધિ ચક્રવર્તીએ થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેરાત માટે ઓનલાઈન લાઈબ્રેરી બનાવવામાં આવશે અને તેનો ઉપયોગ સાત વર્ષ સુધી કરી શકાશે. તેમણે જણાવ્યું કે, આ લાઈબ્રેરીમાં ચૂંટણી જાહેરાતના બજેટ અને જાહેરાત આપનારની માહિતી સિવાય ઉંમર, જેન્ડર અને લોકેશનના આધાર પર જાહેરાતને કેટલા લોકોએ જોઈ તે વિશે પણ માહિતી આપવામાં આવશે.