Tuesday, September 21, 2021
Homeસોશિયલ મીડિયા પર હસતા ફોટોઝ મૂકતા ભારતીયો હકીકતમાં કેટલા ખુશ છે, જુઓ...
Array

સોશિયલ મીડિયા પર હસતા ફોટોઝ મૂકતા ભારતીયો હકીકતમાં કેટલા ખુશ છે, જુઓ UNનો Happiness રીપોર્ટ

આજકાલ જેવું કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખોલીએ તેમ તરત જ આપણી આસપાસના લોકો કેટલા ખુશ છે તે દર્શાવતા ઢગલાબંધ ફોટોઝ અને પોસ્ટ જોવા મળે. પરંતુ તેમાંથી કેટલા ખરેખર ખુશ છે અને કેટલા ખાલી દેખાડો કરે છે તેનો ભેદ તમે સંયુક્ત રાષ્ટ્રના આ લિસ્ટ પરથી ખોલી શકો છો.

સંયુક્ત રાષ્ટ્રના ખુશ દેશોના લિસ્ટમાં આ વર્ષે ભારત 140મા સ્થાન પર રહ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 7 સ્થાન નીચે ગયું છે.

ખુશ દેશોની યાદીમાં ફિનલેન્ડ સતત બીજા વર્ષે પહેલા નંબરે રહ્યું છે. તમને જાણીને આશ્વર્ય થશે કે પાકિસ્તાન ખુશ દેશોની યાદી ભારત કરતા આગળ છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષે 2012માં 20 માર્ચને વિશ્વ ખુશહાલી દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ લિસ્ટમાં આવક, સ્વસ્થ જીવન, સામાજિક સહકાર, આઝાદી, વિશ્વાસ અને ઉદારતા જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે.

રિપોર્ટ પ્રમાણે, છેલ્લા થોડા વર્ષોમાં સમગ્ર વિશ્વના હેપ્પીનેસ રિપોર્ટમાં ઘટાડો નોંધાયો છે.

ભારત 2018માં 133મા સ્થાન પર હતું, જ્યારે કે આ વર્ષે તે 140મા સ્થાન પર રહ્યું. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં, દુનિયાના 156 દેશોને એ આધારે રેન્ક આપવામાં આવે છે કે જે તે દેશનો નાગરિક પોતાને કેટલો ખુશ જોવે છે. તેમાં એ વાત પર પણ ધ્યાન અપાય છે કે ચિંતા, ઉદાસી અને ક્રોધ જેવી નકારાત્મક ભાવનાઓમાં વૃદ્ધિ થઈ છે કે નહીં.

પહેલા નંબરે ફિનલેન્ડ છે, તો ત્યારબાદ ડેનમાર્ક, નોર્વે, આઈસલેન્ડ અને નેધરલેન્ડનું સ્થાન છે. રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન 67, બાંગ્લાદેશ 125 અને ચીન 93મા સ્થાન પર છે.

જ્યારે કે યુદ્ધગ્રસ્ત દક્ષિણ સૂડાનના લોકો પોતાના જીવનથી સૌથી વધુ નાખુશ છે, ત્યારબાદ મધ્ય અફ્રિકા ગણરાજ્ય, અફઘાનિસ્તાન, તાન્ઝાનિયા અને રવાંડાનો નંબર આવે છે.

દુનિયાના સૌથી પૈસાદાર અને વગદાર દેશોમાંનો એક અમેરિકા ખુશ હોવાના મામલામાં 19મા સ્થાન પર છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments