સોશિયલ મીડિયા પોસ્ટ પરથી આવકનો અંદાજ મેળ‌વશે ઈનકમ ટેક્સ

0
0

બિઝનેસ ડેસ્ક. 1 એપ્રિલથી ઈનકમ ટેક્સની ચોરી કરવી કઠિન બનશે. આવકવેરા વિભાગ કરચોરી રોકવા માટે બિગ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરવા જઈ રહ્યુ છે. જેનાથી કરદાતાના ખર્ચાઓની સાથે સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટો અને વીડિયોનું પણ વિશ્લેષણ કરવામાં આવશે. જો કરદાતા સોશિયલ મીડિયા પર વિદેશ પ્રવાસનો ફોટો મુકી રહ્યો છે. તો તેના ખર્ચનો અંદાજ મેળવવામાં આવશે. જો તે તેની જારી કરેલી આવક સાથે મેળ નહીં ખાય તો તેની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.

ટેક્સ અધિકારીઓએ 15 માર્ચના નવુ સોફ્ટવેર ઉપલબ્ધ કરાવ્યુ

આવકવેરા વિભાગે આ પ્રોજેક્ટને ઈનસાઈટ નામ આપ્યુ છે. જેના પર આશરે 1000 કરોડનો ખર્ચ કર્યો છે. સુત્રો અનુસાર, ટેક્સ અધિકારીઓએ 15 માર્ચના નવુ સોફ્ટવેર ઉપલબ્ધ કરાવ્યુ હતું. જેના મારફત આવકવેરા વિભાગ દરેક વ્યક્તિ અને કંપનીના ખર્ચ-ઉપજની માસ્ટર ફાઈલ બનાવી શકે છે. સુત્રો મુજબ, નવુ સોફ્ટવેર નિયત કરેલા માપદંડોને આધારે તમામ રિટર્નની તપાસ કરશે. જેનાથી કર ચોરીની શક્યતા પર પૂર્ણવિરામ મુકાશે.
ટેક્સ અધિકારી દબાણપૂર્વક તપાસ હાથ ધરી શકશે નહીં
ચાર્ટર્ડ એકાઉન્ટટ્સે વડાપ્રધાન કાર્યાલય અને નાણાં મંત્રાલયને પત્ર લખી જણાવ્યુ છે કે, આવકવેરા વિભાગના અધિકારીઓ લોકો પર દબાણ ન કરવા આગ્રહ કર્યો છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે. જેને જોતા સીબીડીટીના સભ્ય નીના કુમારે 26 માર્ચના તમામ ઈનકમ ટેક્સ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં કલેક્શન વધારવા બનતા તમામ પ્રયાસો હાથ ધરવા આદેશ કર્યો છે. 23 માર્ચ સુધીનુ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 10.3 લાખ કરોડ હતુ. જે વર્ષના લક્ષ્યાંકથી 15 ટકા ઓછુ છે.
બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિત અમુક દેશોમાં બિગ ડેટાનો ઉપયોગ કરે છે
હાલ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બેલ્જિયમ જેવા દેશો કર ચોરી રોકવા બિગ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. બ્રિટનમાં 2010માં તેનો ઉપયોગ શરૂ થયો હતો. તેના મારફત રૂ. 37,000 કરોડની કર ચોરી પકડાઈ હતી.
43.4 ટકા ઈનકમ ટેક્સ રિટર્ન ઝીરો ટેક્સ ધરાવતા
પ્રોજેક્ટ ઈનસાઈટનો હેતુ કર ચોરી કરનારને પકડી રિટર્ન ફાઈલ કરનારાની સંખ્યામાં વૃદ્ધિ કરવાનો છે. નાણાકીય વર્ષ 2016-17માં 4.67 કરોડ લોકોએ પર્સનલ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા હતા. જેમાંથી 43.4 ટકા અર્થાત 2.02 કરોડે ઝીરો ટેક્સ રિટર્ન ભર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here