સૌથી વધારે અંતરથી જીતનાર ટોપ-10 સાંસદોમાં દરેક ભાજપના, 4 સભ્યોનું અંતર 6 લાખથી વધારે

0
45

નવી દિલ્હી: સમગ્ર દેશના લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીમાં બીજેપીનું પ્રદર્શન વિપક્ષી પાર્ટીઓની સરખામણીએ ઘણું સારુ રહ્યું છે. આ વાતનો અંદાજ એ રીતે લગાવી શકાય છે કે, વોટના અંતર પ્રમાણે જીત મેળવનાર ટોપ-10 સાંસદોમાં દરેક ભાજપના છે.

સૌથી વધુ વોટના અંતરથી જીતનારની વાત કરીએ તો તેમાં ગુજરાતના ત્રણ સાંસદ, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના બે-બે સાંસદ સામેલ છે. ખાસ વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાજવાદી પાર્ટીની શાલિની યાદવથી 4,79,505 વોટથી જીત્યા છે. તેમ છતાં તેઓ વધુ મતથી જીતેલા ટોપ-10 સાંસદોમાં સામેલ નથી.

શાહની જીતનું અંતર અડવાણી કરતા વધારે: ગુજરાતની નવસારી સીટથી ભાજપના ઉમેદવાર સીઆર પાટિલ દેશમાં સૌથી વધારે અંતરના વોટ મેળવીને જીત્યા છે. તેમની જીતનું અંતર 6,89,668 વોટનું છે. તેમને 74 ટકાથી વધુ 9,69,430 વોટ મળ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી 5,57,014 મતના અંતરથી જીત મેળવી છે. ગઈ વખતે આ સીટ પરથી ચૂંટણી લડેલા લાલકૃષ્ણ અડવાણીએ 4.83 લાખ વોટના અંતરથી જીત મેળવી હતી.

સૌથી વધુ અંતરના જીત વાળી 10 સીટ

1. સીઆર પાટિલ (નવસારી, ગુજરાત): સીઆર પાટિલે 6,89,668 મતથી કોંગ્રેસના ધર્મેશ પટેલને હરાવ્યા છે.
2. સંજય ભાટિયા (કરનાલ, હરિયાણા): અહીં ભાજપના સંજય ભાટિયાએ 70 ટકાથી વધુ 9,11,594 વોટ મેળવીને કોંગ્રેસના કુલદીપ શર્માને 6,56,142 વોટથી હરાવ્યા છે.
3. કૃષ્ણપાલ ગુર્જર (ફરીદાબાદ, હરિયાણા): કૃષ્ણપાલ ગુર્જરે કોંગ્રેસી ઉમેદવાર અવતાર ભડાનાને 6,38,239 મતથી હરાવ્યા છે. કૃષ્ણપાલને 9,13,222 વોટ મળ્યા છે.
4. સુભાષ ચંદ્ર (ભીલવાડા, રાજસ્થાન): કોંગ્રેસના રામપાલ શર્માને 6,12,000 વોટથી હરાવ્યા છે. તેમને 9,38,160 વોટ મળ્યા છે.
5. રંજનબેન ભટ (વડોદરા, ગુજરાત): કોંગ્રેસના પ્રશાંત પટેલને 5.89 લાખ વોટથી હરાવ્યા છે.
6. પ્રવેશ વર્મા (પશ્ચિમી દિલ્હી): મહાબલ મિશ્રાને 5,78,486 વોટથી હરાવ્યા છે.
7. સીપી જોશી (ચિત્તોડગઢ, રાજસ્થાન): કોંગ્રેસના ગોપાલ સિંહ શેખાવતને 5,76,247 વોટથી હરાવ્યા છે.
8. અમિત શાહ (ગાંધીનગર, ગુજરાત): ભાજપ અધ્યક્ષ અમિત શાહે 5,57,014 વોટથી કોંગ્રેસના સીજી ચાવડાને હરાવ્યા છે.
9. હંસરાજ હંસ (ઉત્તર પશ્ચિમી દિલ્હી): હંસરાજ હંસે 5,53,897 વોટથી આપના ગુગન સિંહને હરાવ્યા.
10. ઉદય પ્રતાપ સિંહ (હોશંગાબાદ, મધ્યપ્રદેશ): કોંગ્રેસના શૈલેન્દ્ર દીવાનને 5,53,682 વોટથી હરાવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here