સૌરાષ્ટ્રનાં વેપારીઓએ પાકિસ્તાન સાથે છેડો ફાડયો, 200 કરોડનો વેપાર ઠપ

0
16

રાજકોટ:પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ ઠાલવવા માટે શહેરવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યાં છે. ત્યારે આ હુમલા બાદ સૌરાષ્ટ્રના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ 5 વર્ષ સુધી કાશ્મીરની ટુરનો બહિષ્કાર કર્યો છે  અને હવે સૌરાષ્ટ્રનાં નાના વેપારીથી માંડીને મોટા એક્સપોર્ટર્સ, ઈમ્પોર્ટર્સએ પાકિસ્તાન સાથેનો છેડો ફાડયો છે. જેને લઈને 200 કરોડ રૂપિયાનો વેપાર ઠપ થઈ જશે.

પાકિસ્તાન સાથેનો 200 કરોડનો વેપાર બંધ

વેપારીનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન તેની નાપાક હરકત બંધ નહીં કરે ત્યાં સુધી તેની સાથે કોઈ જાતના વેપાર -વ્યવહાર નહીં કરે તેવું નકકી કર્યું છે. પુલવામામાં થયેલા હુમલા બાદ સૌરાષ્ટ્રના વેપારીઓએ પાકિસ્તાનથી આવતા સીંધાલુણ, ખારેક, તકમરિયાની ખરીદી બંધ કરી દીધી છે. જ્યારે ટમેટા, ડુંગળી, ખાંડ, સિરામિક ટાઈલ્સ પાકિસ્તાન મોકલવાનું બંધ કરી દીધું છે. જેને કારણે સૌરાષ્ટ્રનો પાકિસ્તાન સાથેનો 200 કરોડનો વેપાર બંધ કરી દીધો છે.
ગુજરાતમાં દર મહિને 8 લાખ કિલો ખારેકની આયાત બંધ
પાકિસ્તાન સાથે કોઈપણ જાતના વેપાર નહિ કરીને વેપારીઓ પોતાનો વિરોધ વ્યકત કરી રહ્યા છે. ઈમ્પોર્ટ એકસપોર્ટ ઘટતા તેની અસર સ્થાનિક બજારમાં દેખાઇ રહી છે. પાકિસ્તાનથી ગુજરાતમાં દર મહિને 60 કરોડની ખારેક, સીંધાલુણ 24 લાખ રૂપિયા અને તકમરિયા 2 કરોડ અને 50 લાખની કિંમતના આવે છે.
વેપારીઓને નુકસાન મંજૂર, સૈનિકોનો ભોગ નહીં  
અમદાવાદ, ઈન્દોર, મુંબઈ, દિલ્હી એમ કુલ ચાર શહેરો પાકિસ્તાનથી ખરીદી કરે છે. ગુજરાતમાં દર વરસે 8 લાખ કિલો ખારેક પાકિસ્તાનથી આવે છે. અમદાવાદથી આ ખારેક રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓ ખરીદી કરે છે. પાકિસ્તાનને સબક શિખવાડવા માટે વેપારીઓએ ખારેકની ખરીદી બંધ કરી દીધી છે. હુમલા પહેલા ખારેકના ભાવ 80 રૂપિયા કિલો હતા. જ્યારે ખારેકની ખરીદી બંધ કરી દીધા બાદ બજારમાં ભાવ રૂ.200એ પહોંચ્યા છે. વેપારીઓને નુકસાન મંજૂર છે પણ સૈનિકોનો ભોગ નહી.
બિપીનભાઇ કેશરિયા- પ્રમુખ દાણાપીઠ
માત્ર પાકિસ્તાનથી જ આવતા સીંધાલુણની ખરીદી બંધ
સીંધાલુણ એક માત્ર પાકિસ્તાનમાં જ બને છે માટે સૌરાષ્ટ્ર  સહિત દેશભરના લોકોએ પાકિસ્તાન પર જ આધાર રાખવો પડે છે. ગુજરાતમાં દર મહિને 25 હજાર કિલોની આવક થાય છે. હુમલા પછી આવક બંધ કરી દેવાતા તેની અસર ભાવ પર પડી છે. હુમલા પહેલા ભાવ 14 રૂપિયે કિલો હતા. જે હુમલા પછી 25 રૂપિયા કિલો થઇ ગયા છે. આવક બંધ કરી હોવા છતા આની કોઇ અસર હાલમાં બજારમાં જોવા મળતી નથી.
-કમલેશભાઇ ,સીંધાલુણના વેપારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here