Saturday, September 25, 2021
Homeસૌરાષ્ટ્રના પાટીદાર ઉમેદવારો માતાજીના શરણે, કડવાએ ખોડલધામમાં તો લેઉવાએ સીદસરમાં દર્શન કર્યા
Array

સૌરાષ્ટ્રના પાટીદાર ઉમેદવારો માતાજીના શરણે, કડવાએ ખોડલધામમાં તો લેઉવાએ સીદસરમાં દર્શન કર્યા

રાજકોટ: પોરબંદર બેઠક પરના ભાજપના ઉમેદવાર રમેશ ધડુકે રવિવારે કડવા પાટીદારના મંદિર સીદસરમાં ઉમીયા માતાજીના દર્શન કર્યા હતા. જ્યારે રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ કડવા લેઉવા પટેલના મંદિર ખોડલધામે ખોડિયાર માતાજીના દર્શન કરી આશિર્વાદ લીધા હતા.

બંને ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા: લલિત કગથરા ખોડિયાર માતાજીના દર્શન કર્યા ત્યારે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને દર્શન બાદ પ્રચાર શરૂ કરશે. ત્યારે રમેશ ધડુકે સીદસરમાં દર્શન કર્યા ત્યારે તેમની સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા, પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.

ચૂંટણી આવે ત્યારે રામ મંદિર યાદ આવે છે: લલિત કગથરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે નેતાઓને રામ મંદિર યાદ આવે છે. આપણે ઘરેથી નીકળીએ ત્યારે ભગવાનના દર્શન કરીને નીકળતા હોઇએ છીએ ત્યારે ચૂંટણી લડવા જઇ રહ્યા છીએ ત્યારે માતાજીના દર્શન કરવા જોઇએ. આમાં કોઇ રાજકારણ નથી. ખેડૂતોના પાકવીમાથી લઇને મધ્યમ વર્ગના લોકો નાના-મોટા પ્રશ્નોને લઇને પરેશાન છે.

રાજેશ ચુડાસમાએ સોમનાથમાં દર્શન કર્યા: જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમજ ધ્વજારોહણ કર્યું હતું. રાજેશ ચુડાસમા સાથે ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments