Sunday, November 28, 2021
Homeસૌરાષ્ટ્રભરની ST બસનાં પૈડા થંભી જતા મુસાફરો-વિદ્યાર્થીઓ રઝડ્યાં, ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી...
Array

સૌરાષ્ટ્રભરની ST બસનાં પૈડા થંભી જતા મુસાફરો-વિદ્યાર્થીઓ રઝડ્યાં, ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી લૂંટ ચલાવી

રાજકોટ:ST ડિવિઝનના તમામ કર્મચારીઓની હડતાળના પગલે મુસાફરો અને વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે. રાજકોટ ડિવિઝનની 512 અને 198 એક્સપ્રેસ રૂટ રદ્દ થયા છે. જેને લઈને લોકોને ખાનગી વાહનોમાં ડબલ ભાડા આપીને જવુ પડી રહ્યું છે. જ્યારે ઓનલાઇન બુકિંગ કરાવનારા મુસાફરો ડેપો બહાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જો કે ST ડેપો દ્વારા ઓનલાઈન બુકિંગ કરાવનાર લોકોને રિફંડ આપી દેશે તેવી બાહેંધરી આપી છે. મહત્વનું છે કે દરરોજ 1 લાખથી વધુ મુસાફરો STમાં યાત્રા કરે છે.

STની હડતાળના પગલે 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને દોઢ લાખ જેટલા મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. STના ત્રણેય યુનિયનો હડતાળમાં જોડાયા છે. જેને લઈને 700 જેટલા રૂટ રદ્દ કરવામાં આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં અપડાઉન કરતા અનેક વિદ્યાર્થીઓ આજે શિક્ષણથી વંચિત રહ્યાં છે. મહત્વનું છે કે STની હડતાળના પગલે ડેપોમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એસટી નિગમના અન્ય એક કર્મચારીના જણાવ્યા પ્રમાણે 7માં પગાર પંચનો અમલ કરવો, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા, એસટી કર્મચારીઓને વર્ગ ત્રણના ગણીને વર્ગ ચારનો પગાર આપવામાં આવે છે. આવા 9 જેટલા મુદ્દાઓના નિવારણ માટે આ માસ સીએલ આપવામાં આવી છે. મુસાફરોના કહેવા પ્રમાણે તેઓ ST બસ સ્ટેન્ડ પહોંચી તો ગયા છે પણ ત્યાંથી મુસાફરી કરવા માટે કોઈ બસ કે રિક્ષા મળતી નથી અને જો મળે છે તો તે ડબલ પૈસા લે છે. જેને લઈને મુસાફરોને ભારે હાંલાકી ભોગવી પડી રહી છે.

અમરેલી જિલ્લાની તમામ ST બસો બંધ રહેતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ લગ્ન ગાળો ચાલી રહ્યો છે અને બીજી બાજુ હડતાળને લઈને મુસાફરોને હાલાકી સહન કરવી પડી રહી છે. ST વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે અમારી માંગ જ્યાં સુધી નહિં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments