Friday, December 3, 2021
Homeસૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં સ્વાઈન ફ્લૂથી 2નાં મોત, વધુ 3 કેસ પોઝિટિવ...
Array

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં સ્વાઈન ફ્લૂથી 2નાં મોત, વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા

રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી સ્વાઈન ફલૂનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં વધુ 2 દર્દીનાં સ્વાઈન ફલૂથી મોત થયા છે.જૂનાગઢ જિલ્લાના 51 વર્ષીય પુરૂષનું ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે મોત થયું છે. જ્યારે અન્ય મહિલાનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં સ્વાઈન ફ્લૂના 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. છેલ્લા 18 દિવસમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 8નાં મોત નિપજ્યાં છે. હજુ 27 દર્દી ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર રહેતા પિતા-પુત્ર તેમજ એક વૃધ્ધાને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા જૂનાગઢના પોશ એરિયામાં બીમારીનો ભય ફેલાયો છે.  જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતા 14 વર્ષના કિશોર અને તેના 46 વર્ષના પિતાનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેની હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત તેમના નિવાસ સ્થાનથી થોડે દૂર આવેલા કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા 64 વર્ષના વૃધ્ધાનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેમને પણ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં એક જ દિવસમાં ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવતા રહેવાસીઓમાં ભય ફેલાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments