સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ, અમરેલીમાં ઝાપટું, વેરાવળમાં પાણી ફરી વળ્યા, કેરીના પાકને નુકસાન

0
19

અમરેલી/ ગીરસોમનાથ: સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે માંગરોળ અને ગીરસોમનાથ પંથકમાં ગાજવીજ સાથએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદથી કેરીના પાકને મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. આથી ખેડૂતોમાં પણ ચિંતાનું મોજુ પ્રસર્યું છે. જ્યારે અમરેલી જિલ્લામાં ઝાપટુ વરસતા રસ્તાઓ ભીંજાયા હતા.

જાફરાબાદ પંથકમાં ઝરમર

જાફરાબાદના ટીંબી ગામે પણ વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. આથી જીરૂ, ઘઉં, ચણા અને કેરીના પાકને નુકસાન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેરીમાં મોર બેસી ગયા હોય વરસાદથી ખરી પડતા ઉત્પાદન ઘટવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here