સૌરાષ્ટ્રમાં ધો-12 કોમર્સમાં સરેરાશ 80% પરિણામ, સુરતમાં વિદ્યાર્થીઓના મોતને લઈને ઉજવણી નહીં કરાઈ

0
33

રાજકોટ:ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે રાજકોટમાં 79.57 ટકા પરિણામ આવ્યું છે. ગયા વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 60.84 ટકા હતું. આમ ગયા વર્ષ કરતાં આ વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 18.75 ટકા જેટલું ઊંચું આવ્યું છે.જો કે સુરતમાં વિદ્યાર્થીઓના મોતના મામલેપરિણામની ઉજવણી કરવામાં નહીં આવે. રાજકોટની ધોળકિયા સ્કૂલ સહિત મોટા ભાગની સ્કૂલો આજે ઉજવણી નહીં કરે. સ્કૂલના ટોપર્સ દ્વારા મીણબત્તીથી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં કેટલાક ટકા પરિણામ
જિલ્લો ટકા
મોરબી- 82.64%
ભાવનગર- 81.04%
સુરેન્દ્રનગર- 81.08%
રાજકોટ- 79.59%
અમરેલી- 72.62%
પોરબંદર- 78.99%
જૂનાગઢ- 75.95%
જામનગર- 79.73%