રાજકોટ:સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 2 મહિનામાં કુલ 63 લોકોનાં મોત સ્વાઈન ફ્લૂના કારણે થયા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોનાં મોત થયા છે. 3 લોકોનાં મોત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા છે. જેમાં રાજકોટ જિલ્લાના રાજસમઢીયાળાના 62 વર્ષીય મહિલાનું, જામકંડોણાનાં 55 વર્ષીય પુરુષ અને રાજકોટ શહેરના 55 વર્ષીય મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત થયું છે.
40થી વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 40થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં જેતપુર, વીછીયાં, પડઘરી, કોટડાસાંગાણી , રાજકોટ, જામકંડોરણ, ગોંડલ, જૂનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, સોમનાથ અને ગીર સહિતના ગામાનો લોકોનો સમાવેશ થાય છે. 2019માં સ્વાઈન ફ્લૂના કુલ 230થી વધુ દર્દીઓ જાહેર થયા છે. જેમાંથી 63 લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.