સૌરાષ્ટ્રમાં હિટવેવનું પ્રમાણ વધ્યું, રાજકોટમાં 43 ડિગ્રી, તો અમરેલીમાં 44 ડિગ્રી

0
14

રાજકોટ:શહેરમાં હિટવેવનું પ્રમાણ વધી રહ્યું છે. રાજકોટમાં આજે તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે અમરેલીમાં આગ ઓકતી ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. બપોરના સુમારે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગરમીનો પારો સતત ઉંચકાયેલો જ રહેતો હોય સવારથી જ વાતાવરણ ગરમ બની જાય છે અને બપોર થતા સુધીમા તો જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેમ માર્ગો પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળે છે.

સૌરાષ્ટ્રમાં સરેરાશ 43 ડિગ્રી તાપમાન
રાજકોટ અને અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસોથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જ રહે છે. જો કે હવામાન વિભાગની આગાહીને પગલે હાલ તો પાછલા બે દિવસથી અમરેલી શહેરનુ મહતમ તાપમાન 43 ડિગ્રી રહ્યું છે. જ્યારે રાજકોટમાં 42 ડિગ્રી આસપાસ રહ્યું છે. જેને પગલે કાળઝાળ ગરમી પડી રહી છે. શહેરોના તાપમાન પર નજર કરીએ તો અમરેલીમાં 44 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, જૂનાગઢમાં 42 ડિગ્રી અને ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગરમીથી બચવા ઠંડા-પીણાનો સહારો લેવા તંત્રનો અનુરોધ
હાલ સતત તાપમાન ઉંચકાયેલુ રહેતુ હોય આકરી ગરમીથી બચવા તંત્ર દ્વારા પણ લોકોને અનુરોધ કરવામા આવી રહ્યો છે. હિટવેવથી બચવા લોકોએ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. બપોરના સુમારે કામ વગર તડકામા બહાર ન નીકળવુ તેમજ લીંબુ શરબત વગેરે ઠંડાપીણાનો સહારો લેવા સહિતના સુચનો લોકોને કરાયા છે.