Tuesday, December 7, 2021
Homeકોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શિલોંગ પહોંચ્યા, શારદા કૌભાંડમાં આજે CBI પૂછપરછ...
Array

કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શિલોંગ પહોંચ્યા, શારદા કૌભાંડમાં આજે CBI પૂછપરછ કરશે

મેઘાલય: પશ્ચિમ બંગાળના શારદા ચિટ ફંડ કૌભાંડ મામલે કેન્દ્ર સરકારના સીબીઆઈ ઓફિસર્સ આજે મમતા રાજ્યના પોલીસ કમિશ્નર રાજીવ કુમારની શિલોંગમાં પૂછપરછ કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ પૂછપરછ મેઘાલયના શિલોંગમાં રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, સીબીઆઈ આ દરમિયાન રાજીવ કુમારની ધરપકડ કરી શકશે નહીં.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ શારદા ચિટફંડ મામલે તપાસ માટે એક એસઆઈટીનું ગઠન કર્યું છે જેના અધ્યક્ષ રાજીવ કુમારને બનાવવામાં આવ્યા હતા. સીબીઆઈનો આરોપ છે કે, રાજીવ કુમારે આરોપીઓને બચાવવા માટે પુરાવા સાથે ચેડા કર્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી કુમારે સીબીઆઈ ચીફ ઋષિ કુમાર શુક્લાને ચિઠ્ઠી લખીને શિલોંગમાં સવાલ-જવાબ માટે હાજર થવાનું આશ્વાસન આપ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments