સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં સ્વાઈન ફ્લૂથી ધારાસભ્યના સાળા સહિત 5નાં મોત, 10 કેસ પોઝિટિવ

0
9

રાજકોટ: સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરના સાળા સહિત સ્વાઈન ફ્લૂથી 5 લોકોનાં મોત થયા છે. જેમાં 2 લોકોના મોત આજે વહેલી સવારે થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોના મોત ગુરૂવારે સાંજે થયા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા સ્વાઈન ફ્લૂના આંકડા મુજબ ગુરૂવારે એક સાથે 10 લોકોના સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી પુનિતનગરમાં રહેતા ભાઈ-બહેનને પણ પોઝિટિવ આવતા એક જ ઘરમાં સ્વાઈન ફ્લૂ થયો હોય તેવો રાજકોટનો બીજો અને રાજ્યનો ત્રીજો કેસ સામે આવ્યો છે.

છેલ્લા 38 દિવસમાં સ્વાઈન ફ્લૂના 155 કેસ નોંધાયા

સગા ભાઈ-બહેનને સ્વાઈન ફ્લૂ થયો

પુનિતનગર વિસ્તારમાં સુખનગરમાં રહેતા 33 વર્ષના યુવાન અને 35 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ બંને સગા ભાઈ બહેન છે અને એકસાથે બીમાર પડ્યા છે. રાજકોટમાં આ પહેલા માતા-પુત્રને સ્વાઈન ફ્લૂ થયો હતો. જે રાજ્યમાં પ્રથમ બનાવ હતો. એક જ ઘરમાં સ્વાઈન ફ્લૂના બે કેસ થયા હોય તેવો આ રાજકોટનો બીજો બનાવ છે.

MLAનાં સાળાનું સારવાર દરમિયાન મોત

અમરેલીનાં રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરના સાળા વિક્રમભાઈ ભૂવાનો સ્વાઈન ફ્લૂએ ભોગ લીધો છે. સોમવારે વિક્રમભાઈને સ્વાઈન ફ્લૂની સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. ગુરુવાર સુધી સારવાર ચાલી હતી, પણ તે કારગર ન નિવડતા 40 વર્ષના વિક્રમભાઈનું ગુરુવારે બપોરે 1 કલાકે મોત નિપજ્યું હતું.

સમઢિયાળાની મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત

ઉપલેટાના સમઢિયાળાની મહિલાનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

રાજકોટ શહેરમાં હાલ 47 દર્દીઓ સારવાર હેઠળ
  • 47માંથી 10ની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
  • 47માંથી 7ની હાલત સ્થિર છે.
  • 47માંથી રાજકોટના 17, ગ્રામ્ય વિસ્તારના 11 અને જિલ્લાના 19 દર્દીઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here