Sunday, November 28, 2021
Homeસૌરાષ્ટ્રમાં 40 દિવસ સુધી ટ્રેનો મોડી પડશે : આ છે મોટું...
Array

સૌરાષ્ટ્રમાં 40 દિવસ સુધી ટ્રેનો મોડી પડશે : આ છે મોટું કારણ

રાજકોટ રેલવે સ્ટેશન પર એક નંબરના પ્લેટફોર્મ પર નવીનીકરણનું કામ હાથ ધરાયું હોવાથી તા.૨૫ ફેબ્રુઆરીથી સળંગ ૪૦ દિવસ સુધી ટ્રેન વ્યવહારને આંશિક અસર થશે. પાંચ મિનિટથી એક કલાક સુધી ટ્રેનો મોડી પડશે. ૧૨૨૬૭ મુંબઇ સેન્ટ્રલ-રાજકોટ દુરન્તો એક્સપ્રેસ ૧ કલાક મોડી પડશે. સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૮ મિનિટ મોડી પડશે.

રેલવેના ઇન્કવાયરી નંબર ૧૩૯ પર કોલ કરીને માહિતી મેળવો

દિલ્હી સરાઇ રોહિલ્લા-રાજકોટ ૫૫ મિનિટ, જામનગર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, દહેરાદુન-ઓખા ઉત્તરાંચલ, મુઝફ્ફરપુર-પોરબંદર મોતિહારી એક્સપ્રેસ ૨૫ મિનિટ મોડી પડશે. ટ્રેનો અંગેની લેટેસ્ટ માહિતી નેશનલ ટ્રેન ઇન્કવાયરી સિસ્ટમ વેબસાઇટ પરથી તેમજ રેલવેના ઇન્કવાયરી નંબર ૧૩૯ પર કોલ કરીને મેળવી શકાશે.

ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસમાં થર્ડ એસી કોચ કાયમી ધોરણે જોડાશે

ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક થર્ડ એસી કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં.૧૬૩૩૮/૩૭ એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસમાં ૨૭ ફેબુ્રઆરીથી એર્નાકુલમથી આ કોચ જોડાશે તેમજ ૨ માર્ચથી ઓખાથી એક થર્ડ એસી કોચ જોડાશે.આ ટ્રેનમાં બે સેકન્ડ એસી, ત્રણ થર્ડ એસી, તેર સ્લીપર, બે જનરલ તથા એક પેંટ્રીકાર કોચ જોડાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments