Tuesday, December 7, 2021
Homeસૌરાષ્ટ્ર અને ઉ.ગુ.ના 10 હજાર રત્નકલાકારો બેરોજગાર થતા જોબવર્ક માટે સુરતથી 2000...
Array

સૌરાષ્ટ્ર અને ઉ.ગુ.ના 10 હજાર રત્નકલાકારો બેરોજગાર થતા જોબવર્ક માટે સુરતથી 2000 કેરેટ સુધીના રફ હીરા પહોંચાડાશે

સુરતઃ સૌરાષ્ટ્ર અને ઉ.ગુ.ના 10 હજાર રત્નકલાકારો બેરોજગાર થતા જોબવર્ક માટે સુરતથી 2000 કેરેટ સુધીના રફ હીરા પહોંચાડાશે. આના માટે શહેરના ડાયમંડ અગ્રણીઓ ઓછા જથ્થામાં રફ ડાયમંડની સપ્લાય આપવા તૈયારી બતાવી છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(જીજેઇપીસી)ના રીજનલ ઓફિસના પદાધિકારીઓની મધ્યસ્થીમાં મંગળવારે 7 જિલ્લાના ડાયમંડ એસો.ના પ્રમુખોની મિટીંગમાં આ નિર્ણય કરાયો હતો. એક વર્ષમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 30% હીરા એકમો બંધ થયા છે.

જીજેઇપીસીના રીજીયોનલ ચેરમેન દિનેશ નાવડીયાના જ્ણાવ્યાનુસાર, નાના કારખાનેદારો અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યાં છે. મંદીના લીધે 30 ટકા કારખાના બંધ થવાની સ્થિતિમાં છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરી સુરતના ટ્રેડર્સ પાસેથી 1000થી 2000 કેરેટ ડાયમંડ ખરીદશે. જે ત્યાંના ઉદ્યોગકારોની માંગ પ્રમાણે સપ્લાય કરાશે. જેમાં સ્થાનિક બજાર તરફથી જીજેઇપીસી મધ્યસ્થીમાં રહેશે. બનાસકાંઠા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અમૃત ફોસીએ જ્ણાવ્યું હતું કે,બનાસકાંઠામાં 50,000 લોકો હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે. છેલ્લાં એક વર્ષમાં બનાસકાંઠામાં જ 30 ટકા કારખાના બંધ થયા છે. હવે કોમન ફેસિલીટી સેન્ટરોમાં મળતી તાલીમના લીધે જ્યારે ગ્રામીણ રત્નકલાકાર અને કારખાનેદાર રફમાંથી પોલિશ્ડ તૈયાર કરવા સક્ષમ બન્યા છે.

જીજેઈપીસી દ્વારા પાછલા વર્ષોમાં વીસનગર, પાલનપુર અને અમરોલીમાં કોમન ફેસિલીટી સેન્ટર શરૂ કરાયા છે. હવે કાઉન્સિલ દ્વારા આગામી તા. 14મી જાન્યુઆરીએ જૂનાગઢમાં કોમન ફેસિલીટી સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં કુલ 3 થી 3.50 કરોડ સુધીની મશીનરીઓ મુકવામાં આવી છે. જે થકી નાના ઉદ્યોગકારો હીરાનું પ્લાનીંગ-કટીંગ કરી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments