Tuesday, September 21, 2021
Homeસૌરાષ્ટ્ર માં સર્જાયેલા 2 અકસ્માતમાં 4નાં મોત, એક બાળકની હાલત ગંભીર
Array

સૌરાષ્ટ્ર માં સર્જાયેલા 2 અકસ્માતમાં 4નાં મોત, એક બાળકની હાલત ગંભીર

રાજકોટ:સૌરાષ્ટ્રમાં આજે બે અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા હતા. જેમાં કુલ 4 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે એક બાળકીની હાલત ગંભીર છે. રાજકોટ જિલ્લાના જોધપર ગામની સીમમાં આજે અકસ્માત સર્જાયો હતો. સવારે પરગામ લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે મહંમદહુસેન આહમદભાઈ ખોરજીયા પોતાના પરિવાર સાથે જઈ રહ્યાં હતાં. ત્યારે આઈસર સાથે અકસ્માત સર્જાતા મહંમદહુસેનભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે માસૂમ 7 વર્ષની બાળાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 

દ્વારકા પોરબંદર હાઈવે પર હર્ષદ નજીક આજે બપોરે બરોડા પાસિંગની કાર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપત્તીનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments