Tuesday, September 21, 2021
Homeસૌરાષ્ટ્ર માં સ્વાઈન ફ્લૂ યથાવત્, એક જ દિવસ માં 2નાં મોત,
Array

સૌરાષ્ટ્ર માં સ્વાઈન ફ્લૂ યથાવત્, એક જ દિવસ માં 2નાં મોત,

રાજકોટ:સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. 2019નાં વર્ષમાં કુલ 94 લોકોનાં મોત થયા છે. આજે એક જ દિવસમાં 2 લોકોનાં મોત સ્વાઈન ફ્લૂથી થયા છે. જુનાગઢ જિલ્લાના છોડવણી ગામના 70 વર્ષ એક પુરૂષનું અને પોરબંદરના 59 વર્ષિય મહિલાનું આજે રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 10થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં જેતપુર, વીછીયાં, પડઘરી, કોટડાસાંગાણી, રાજકોટ, જામકંડોરણ, ગોંડલ, જૂનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, સોમનાથ અને ગીર સહિતના ગામાનો લોકોનો સમાવેશ થાય છે. 2019માં સ્વાઈન ફ્લૂના કુલ 230થી વધુ દર્દીઓ જાહેર થયા છે. જેમાં 94 લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments