સૌરાષ્ટ્ર યુનિ.માં લંપટલીલાનો ભોગ બનનાર રજૂઆત માટે 10 વાર ગઇ, કુલપતિ 2 વાર જ મળ્યા

0
39

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાં પીએચ.ડી.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ફાયદો ઉઠાવવા પ્રયાસ કરવાના બનાવમાં લંપટ પ્રોફેસર નિલેશ પંચાલને બચાવવા કવાયત શરૂ થઇ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. સત્ય શોધક તપાસ કમિટીના દિનેશ ત્રિવેદીએ ઊલટ તપાસના નામે બે મહિનાનો સમય માગ્યો છે ત્યારે બીજી બાજુ પ્રોફેસર પંચાલ વિરુધ્ધ રજૂઆત કરવા માટે 10 વાર ગયેલી પીડિતાને ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલામ્બરીબેન દવે ચેમ્બરની બહાર સવારના 10થી સાંજે 5 વાગ્યા સુધી બેસાડી રાખતા હોવાનું અને અત્યાર સુધી માત્ર બે વખત જ મળ્યા હતા.

મને નવા ગાઇડ તરીકે પ્રોફેસર વૃંદા ફાળવવામાં આવ્યા: પીડિતા

પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે, મને નવા ગાઇડ તરીકે પ્રોફેસર વૃંદા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ગાઇડ બનવાનો ઇન્કાર કરતા કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ મને કો-ગાઇડ રાખી લેવા જણાવ્યું હતું. આ માટે કુલપતિને મળવા અનેક વખત રૂબરૂ જવા છતાં તેઓ હાજર હોય તો પણ મળતા નથી. જ્યારે પંચાલને 60 દિવસની જવાબ રજૂ કરવા મુદ્દત તપાસનીશ નિવૃત્ત જજે આપી હતી. ગત 12મીએ પંચાલને નિવૃત્ત જજે બચાવ કરવો હોય તો તે લખી આપજો તેવું અલ્ટિમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે મને રૂબરૂ ધક્કો ન ખવડાવતા. 26મી જાન્યુઆરીએ પ્રોફેસર પંચાલનો બચાવનામું આપવાની મુદ્દત પૂરી થતી હતી ત્યારે પંચાલે રિકવેસ્ટ કરી જજને બોલાવ્યા હતા અને તેઓ આવ્યા હતા. મને રાત્રે 8 વાગ્યે મળવા બાબતે જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here