Tuesday, December 7, 2021
Homeસ્કુલવાનમાં સિલિન્ડર ફાટવાથી 12 બાળકો ઘાયલ , 3ની હાલત ગંભીર
Array

સ્કુલવાનમાં સિલિન્ડર ફાટવાથી 12 બાળકો ઘાયલ , 3ની હાલત ગંભીર

ભદોહી(ઉત્તરપ્રદેશ). ભદોહી જિલ્લાનાં જ્ઞાનપુરમાં શનિવારે સવારે શાળાની વાનમાં સિલિન્ડર ફાટવાથી 12થી વધુ બાળકો દાઝ્યા હતા, જેમાં 3 બાળકોની હાલત ગંભીર છે. આ વાન બાળકોને શાળાએ મુકવા માટે જઈ રહી હતી. જ્યારે આ વાન કોતવાલીનાં નથઈપુર નજીક પહોંચી ત્યારે અચાનક જ સિલિન્ડર ધડાકા સાથે ફુટ્યો હતો.

શાળાની આ વાનમાં રસોઈમાં ઉપયોગમાં લેવાતો સિલિન્ડર લગાવેલો હતો. જેમાં 12 બાળકો સવાર હતા. આ તમામ ગંભીર રીતે દાઝ્યા હતા. આ તમામને સારવાર અર્થે વારાણસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટના અંગેની જાણ થતા જ બાળકોનાં માતા પિતા પણ હોસ્પિટલ ખાતે પહોંચી પ્રદર્શન કરવા લાગ્યા હતા. તેઓ સ્કૂલવેનનાં માલિક સહિત સંબંધિત તમામ અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments