Monday, September 20, 2021
Homeસ્કૂલ રિક્ષા-વાનની બહાર બેગ લટકતી હશે તો ડ્રાઇવરનું લાઇસન્સ રદ કરાશે
Array

સ્કૂલ રિક્ષા-વાનની બહાર બેગ લટકતી હશે તો ડ્રાઇવરનું લાઇસન્સ રદ કરાશે

અમદાવાદ: મ્યુનિ. સ્કૂલોમાં સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષા માટે નિયમો જાહેર કરાયા છે અને તેનું ઉલ્લંઘન કરનારા ડ્રાઈવર નું લાઇસન્સ રદ કરાશે. શાસનાધાકારીએ સ્કૂલ વાન ચાલકો માટે 32 નિયમો જાહેર કર્યા છે. જેમ કે, સ્કૂલ વાનમાં બાળકોની સ્કૂલ બેગ કોઈ પણ સંજોગોમાં બહાર લટકાવી શકાશે નહીં. ઉપરાંત સ્કૂલ વાનની સ્પીડ 20 કિમી પ્રતિ કલાક કરતાં વધારે ન હોવી જોઈએ.

1.5 કિમી સુધીમાં એક પણ પ્રાથમિક સ્કૂલ ન હોય અને 3.5 કિમી સુધીમાં ઉચ્ચતર પ્રાથમિક સ્કૂલો ન હોય તો ત્યાંનાં બાળકો માટે સરકારી સ્કૂલે જવા-આવવા માટે ટ્રાન્સપોર્ટેશન ફ્રી છે. બાળકોને પહેલા દિવસથી ફ્રી ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળે તે માટે પ્રવેશોત્સવથી જ વાન, રિક્ષાઓ મુકાઈ છે. આ માટે નિયમોનું પાલન કરવું સ્કૂલ વાહનચાલકો માટે ફરજિયાત રહેશે. અત્યારે મ્યુનિ. સ્કૂલોમાં 150 વ્હીકલ બાળકોને સ્કૂલે મૂકી-લઈ જાય છે.

સ્કૂલ વ્હીકલ માટેના મુખ્ય આ નિયમો છે

  • વાહનના ડ્રાઇવરનું ફિટનેસ સર્ટિફિકેટ,પરમિટ દર મહિને ચેક કરાશે.
  • વાહનમાં અગ્નિશામક સાધનો રાખવા, મ્યુઝિક સિસ્ટમ રાખવી નહીં.
  • સીટ સાદી રાખવી. ડ્રાઇવરની સીટ પર બાળકને બેસાડી શકાશે નહીં.
  • વાહનનો ફુલ વીમો હોવો જોઈએ, પોલીસ વેરિફિકેશન હોવું જોઈએ.

નિયમ તોડનાર સામે કાર્યવાહી કરાશે: મ્યુનિ. સ્કૂલોમાં 150 વાહનો ચાલી રહ્યાં છે. નક્કી કરેલા નિયમો જે વાહનચાલક તોડશે તેના લાઇસન્સ કેન્સલ કરવા સુધીનાં પગલાં લેવાશે. ઉપરાંત વાહનોની ચકાસણી અને વાલીઓની ફરિયાદ અંગેની જવાબદારી સ્કૂલના આચાર્યને અપાઈ છે. – ડો. એલ. ડી. દેસાઈ, શાસનાધિકારી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments