સ્ટર્લિંગ જૂથનું દેવું ભરપાઇ કરવા માટે દુબઇનું અલ-ખુરી જૂથ તૈયાર

0
37

વડોદરા: સ્ટર્લિંગ જૂથમાં ફડચાની કાર્યવાહી અંતર્ગત અલાહાબાદ બેંકે વન ટાઇમ સેટલમેન્ટના પ્લાનને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, મુંબઇ ખાતે રજૂ કર્યો હતો. કોર્ટે સમગ્ર પ્રક્રિયા સામે શંકા વ્યક્ત કરીને સેટલમેન્ટ અંતર્ગત જમા કરાવવાના પૈસા ક્યાંથી આવશે તેવો સવાલ કર્યો હતો. આ મામલાની બીજી સુનાવણી દરમિયાન સ્ટર્લિંગ જૂથના પૈસા ભરવા માટે અલ-ખુરી જૂથનું નામ આપવામાં આવ્યું હતું.

સ્ટર્લિંગ બાયોટેકની 14મી કમિટી ઓફ ક્રેડિટર્સમાં બહુમતી દ્વારા વન ટાઇમ સેટલમેન્ટના પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી. નાટ્યાત્મક રીતે ફરહાદ દારૂવાલા નામની વ્યક્તિએ એન.સી.એલ.ટી.માં સ્ટર્લિંગ જૂથ તરફે રૂપિયા ભરવાની તૈયારી બતાવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઇના અલ-ખુરી જૂથ પાસેથી પૈસા લઇને સ્ટર્લિંગ જૂથનું દેવું ભરપાઇ કરાશે તેવું જણાવ્યું હતુ. જેમાં અલ-ખુરી જૂથ અને ઇસ્લામિક બેંક એમ બંને જગ્યાએથી પૈસા ભરપાઇ કરવા માટે મળશે તેમ બતાવવામાં આવ્યું હતું.

સ્ટર્લિંગ જૂથના બાકી નીકળતા પૈસા ભરવા માટેના સ્રોત તરીકે દુબઇના અલ-ખુરી જૂથનું નામ અપાયું છે. અલ-ખુરી જૂથ દુબઇમાં 40 વર્ષથી કાર્યરત છે. આ જૂથ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ગણાય છે. તેની સાથે ટેક્નોલોજી, હેવી ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here