Saturday, September 25, 2021
Homeસ્ટર્લિંગ બાયોટેક કેસ ના આરોપી હિતેશ પટેલ ની અલ્બાનિયામાંથી ધરપકડ કરાઈ
Array

સ્ટર્લિંગ બાયોટેક કેસ ના આરોપી હિતેશ પટેલ ની અલ્બાનિયામાંથી ધરપકડ કરાઈ

નવી દિલ્હીઃ સ્ટર્લિંગ બાયોટેક સાથે જોડાયેલા 8 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગના કેસના આરોપી હિતેશ પટેલની અલ્બાનિયામાં ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ ઈન્ટરપોલ નોટિસ અગાઉ ઈસ્યુ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ના સૂત્રોએ જણાવ્યું છે કે ઝડપથી તેનું પ્રત્યાર્પણ થઈ શકે છે. આ મામલામાં ઈડીએ સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસ પ્રિવેન્શન્સ ઓપ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ પર કથિત બેન્ક ફ્રોડનો કેસ કર્યો છે. આ કેસ પ્રિવેન્શન્સ ઓપ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે. આરોપી પર ઈન્કમ ટેક્સના અધિકારીઓને ક્થિત લાંચ આપવાનો આરોપ છે, અને તેની તપાસ હાલ ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કરી રહ્યુ છે. આ અંગે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી શંકાસ્પદ રીતે ક્રિમિનલ પ્રોસિક્યુશનને ટાળવા માટે દેશ છોડીને ભાગી ગયો છે.

આ અંગે એન્ફોર્સમેન્ટ ડાયકેક્ટોરેટે કોર્ટને જણાવ્યું હતું કે આ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ કેસના અન્ય બે આરોપીઓ કે જે સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના ડાયરેક્ટર છે નીતીન જયંતિલાલ સાન્ડેસરા અને ચેતનકુમાર જયંતિલાલ સાન્ડેસરા તે બંનેએ અલ્બાનિયાની સિટિઝનશીપ મેળવી છે. તેમની વિરુદ્ધ આ વર્ષની શરૂઆતમાં જ બિનજામીન પાત્ર વોરન્ટ્સ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. તેમ છતાં હાલ આ વ્યક્તિઓ અંગેની કોઈ માહિતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments