સ્ટાલિને કહ્યું- આ દેશ ફક્ત હિન્દી ભાષી રાજ્યોનો નથી, કેન્દ્ર કોઈને નજરઅંદાજ ન કરે

0
24

ચેન્નાઈઃ લોકસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીના સારા પ્રદર્શનથી ઉત્સાહિત દ્રમુક અધ્યક્ષ એમકે સ્ટાલિને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. સ્ટાલિને કહ્યું  આ દેશ ફક્ત હિન્દી ભાષી રાજ્યોનો નથી. લોકસભા ચૂંટણીમાં તમામ રાજ્યોને બરાબરીથી જોવા જોઈએ, કોઈને પણ નજરઅંદાજ  ન કરી શકાય.

લોકસભા ચૂંટણીમાં ભાજપે હિન્દી ભાષીય રાજ્ય મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત જેવા રાજ્યોમાં લગભગ તમામ બેઠકો જીતી છે. સાથે જ દ્રમુકે તમિલનાડુમાં 39માંથી 23 બેઠકો પર જીત નોંધાવી છે. જ્યાં ભાજપનું ખાતું પણ ખૂલી શક્યું નથી. 2014માં દ્રમુક એક પણ બેઠક જીતી શકી નથી અને ભાજપે એક બેઠક જીતી હતી. આ વખતે તમિલનાડુમાં દ્રમુકે કોંગ્રેસ સહિત અન્ય ક્ષેત્રિય પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધને 39માંથી 37 બેઠકો જીતી છે.

ભાજપની વિરોધી બીજા રાજ્યોમાં પણ તમિલનાડુ ફોર્મ્યુલા લાવશે

સ્ટાલિને તેમના પાર્ટી કાર્યકર્તાઓને ખુલ્લો પત્ર છે. જેમાં તેમણે કહ્યું કે, તેમની પાર્ટી અન્ય રાજ્યોમાં પણ ક્ષેત્રીય દળો સાથે મળીને ભાજપને ટક્કર આપશે. પાર્ટીએ જે રણનીતિ સાથે તમિલનાડુમાં ચૂંટણી લડી છે, ભાજપ વિરોધી તે જ ફોર્મ્યુલા અન્ય રાજ્યોમાં પણ અપનાવવામાં આવશે. સ્ટાલિને કહ્યું કે, હવે એ દિવસો આવી ગયા જ્યાં ફક્ત હિન્દી ભાષી રાજ્ય જ ભારત હતા.

હિતોની રક્ષા માટે સંસદમાં ગુંજશે દ્રમુકનો અવાજ

 દ્રમુક પ્રમુખે કહ્યું કે, આવનારો સમય તમામ રાજ્યોના આસપાસ થનારી સકારાત્મક રાજનીતિનો છે. હવે કોઈ પણ રાજ્યને નંજરઅંદાજ નહી કરીએ. કેન્દ્રમાં જે પણ પાર્ટી સત્તામાં રહેશે, તેના માટે જરૂરી છે કે તે એક પણ રાજ્યને નજરઅંદાજ ના કરે. જનતાના હિતોની રક્ષા માટે સંસદ અને રાજ્ય વિધાનસભામાં હંમેશા દ્રમુકનો અવાજ ગુંજતો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here