Monday, September 20, 2021
Home'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'નું પહેલું સોન્ગ 'ધ જવાની સોન્ગ' રિલીઝ, કિશોર...
Array

‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’નું પહેલું સોન્ગ ‘ધ જવાની સોન્ગ’ રિલીઝ, કિશોર કુમારના હિટ સોન્ગનું રિક્રિએટેડ વર્ઝન

બોલિવૂડ ડેસ્ક: ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મનું પહેલું સોન્ગ ‘ધ જવાની સોન્ગ’ ગુરુવારે રિલીઝ થયું. ‘ધ જવાની સોન્ગ’ 1972ની ફિલ્મ ‘જવાની દીવાની’ના સોન્ગ ‘યે જવાની હૈ દીવાની’ સોન્ગનું રિક્રિએટેડ વર્ઝન છે. ઓરીજીનલ સોન્ગમાં મ્યુઝિક આર.ડી. બર્મને આપ્યું હતું અને સોન્ગને કિશોર કુમારે ગાયું હતું. રિક્રિએટેડ વર્ઝન ‘ધ જવાની સોન્ગ’માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ની સ્ટાર કાસ્ટ ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેએ તેમના ડાન્સ મૂવ્સ દેખાડ્યા છે, જે રેમો ડિસોઝાએ શીખવ્યા છે.

‘ધ જવાની સોન્ગ’માં કિશોર કુમારની સાથે વિશાલ દદલાણીનો પણ અવાજ છે. સોન્ગમાં ફિમેલ વોઇસ પાયલ દેવનો છે. વિશાલ-શેખરે ગીતને રિ-મિક્સ કર્યું છે. ઓરીજીનલ સોન્ગ આનંદ બક્ષીએ લખ્યું હતું જ્યારે એડિશનલ લિરિક્સ અન્વિતા દત્તે લખ્યા છે.

સ્ટુડન્ટ ઓફ ધ યર 2
‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે. પુનિત મલ્હોત્રાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી તારા સુતરિયા અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ 10 મેના રોજ રિલીઝ થવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments