Sunday, November 28, 2021
Homeસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતના સમયમાં બે કલાકનો વધારો, સાંજે 6 વાગ્યા સુધી...
Array

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતના સમયમાં બે કલાકનો વધારો, સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

રાજપીપળા: કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટેના સમયમાં આજથી બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે. સમયમાં કરાયેલા ફેરફાર મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટેનો સમય હવે સવારના 8થી સાંજે 6 વાગ્યા સુધી રાખવાનો રહેશે.

આગામી ઉનાળાની ઋતુમાં સમયના ફેરફારને લીધે પ્રવાસીઓને પણ અનુકુળતા રહેશે. શનિવાર-રવિવાર અને જાહેર રજાના દિવસોમાં રોજ 6 હજાર પ્રવાસીઓ વ્યૂઇંગ ગેલેરીનો લાભ લઇ શકતા હતા. હવેથી સમયમાં બે કલાકનો વધારો થવાથી દરરોજ 7 હજાર સુધીની સંખ્યામાં પ્રવાસીઓ વ્યૂઇંગ ગેલેરીની મુલાકાતનો લાભ લઇ શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments