Sunday, November 28, 2021
Homeસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આદિવાસીઓએ વિરોધ કર્યો, કાળા પતંગ ચગાવ્યા
Array

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આદિવાસીઓએ વિરોધ કર્યો, કાળા પતંગ ચગાવ્યા

કેવડિયાઃ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે કેવડિયાની આસપાસના 19 ગામ લોકોએ આજે કાળા પતંગ ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો વિરોધ કર્યો હતો.

આજથી ઉત્તરાયણ સુધી આદિવાસી પંથકના 72 ગામો વિરોધમાં જોડાશે અને આદિવાસીઓ કાળા કપડા પહેરશે અને ઘર પર કાળી ધજાઓ ફરકાવશે.

આદિવાસી નેતા પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે યોજાયેલા પતંગોત્સવનો અમે આદિવાસી લોકો વિરોધ કરીએ છીએ. સરકારે અમારી જમીનો છીનવી લીધી છે. હવે અમે અમારી જમીનો નહીં આપીએ. અમારો વિરોધ સરકાર સામે છે, અમે આગામી દિવસોમાં પણ અમારો વિરોધ યથાવત રાખીશું.

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલિપેડ ખાતે આજે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 15 દેશોના 46, ભારતના 8 રાજ્યોના 40 સહિત 86 પતંગબાજો ભાગ લીધો હતો. અને પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકો પણ પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments