Tuesday, September 28, 2021
Homeસ્ટેચ્યૂના કર્મીઓને 3 માસથી પગાર નહીં મળતાં 100થી વધુ કર્મચારીઓની હડતાલ
Array

સ્ટેચ્યૂના કર્મીઓને 3 માસથી પગાર નહીં મળતાં 100થી વધુ કર્મચારીઓની હડતાલ

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોન્ટ્રાકટમાં કામ કરતી UDS કંપનીના કર્મચારીઓ ત્રણ મહિનાથી પગારના થતા હડતાલ પર ઉતરી ગયાં છે. તેમણે કામગીરી બંધ કરી રસ્તા પર બેસી જઇ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. ખાનગી કંપનીઓ દ્વારા સ્થાનિક કર્મચારીઓ નું શોષણ થઈ રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

ર્મચારીઓએ જાહેર માર્ગ પર બેસી કંપની વિરુદ્ધ સુત્રોચાર કર્યો

સ્ટેચ્યુ ખાતે સિક્યુરિટી, ચેકીંગ, ગાર્ડનિંગ, સફાઈ, લિફ્ટ મેન, ટિકિટ ચેકીંગ સહિત કામગીરી કરતા કર્મચારીઓને UDS કંપની દવારા અનિયમિત પગાર આપતો હોય તેમનું પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે. છેલ્લા 3 મહિનાથી કર્મચારીઓ પગાર માટે વલખા મારી રહયાં છે. કંપનીના100 થી વધુ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી જતા હાલ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જોકે કંપની ના સત્તાધીશો પગાર અપવામાટે દોડધામ કરવી પડી હતી. 100થી વધુ કર્મચારીઓએ જાહેર માર્ગ પર બેસી કંપની વિરુદ્ધ સુત્રોચાર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments