Friday, December 3, 2021
Homeસ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હરિયાણા ભવનના ખાતમૂહુર્ત સમયે પોલીસનો ગ્રામજનો પર લાઠીચાર્જ
Array

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હરિયાણા ભવનના ખાતમૂહુર્ત સમયે પોલીસનો ગ્રામજનો પર લાઠીચાર્જ

રાજપીપળા: આજે હરિયાણા ભવનનું ખાતમૂહુર્ત થતાં સ્થાનિકો વિરોધ કરવા દોડી ગયા હતા. જેને પગલે ઘર્ષણ થતાં પોલીસે કેવડિયાના ગ્રામજનો પર લાઠીચાર્જ કર્યો હતો.

સ્ટેચ્યૂ ખાતે વિવિધ રાજ્યોના ભવનનું સરકારનું આયોજન

કેવડિયામાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ  ઓફ યુનિટી બની છે. તેથી સરકાર હવે ત્યાં દેશના 33 રાજ્યોના ભવનો બાંધવાનું આયોજન કર્યું છે. ગ્રામજનોની જમીનો આ ભવનોમાં જતી હોય ગામ લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

ગ્રામજનોએ સર્વે અધિકારીઓને 4 વાર ભગાડ્યા છે

કેવડિયાવાસીઓએ અત્યાર સુધી 4 વાર જમીન માપણી સર્વેવાળા અધિકારીઓ ને ધક્કે ચઢાવી ભગાડ્યા છે. જે જગ્યાએ હરિયાણા ભવન બનવવાનું છે. ત્યાં ઉગ્ર વિરોધ વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રીએ ખાતમહૂર્ત કરી નાંખ્યું હતું.

ખાતમૂહુર્ત અટકાવવા જતાં ઘર્ષણ

હરિયાણા ભવનના ખાતમૂહુર્ત સ્થળે 6 ગામના આદિવાસીઓએ ભારે વિરોધ કર્યો હતા અને ખાતમૂહુર્ત અટકાવવા માટે સ્થળ પર જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.  મોટી સંખ્યામાં આવેલા આદિવાસીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જોકે પોલીસે સામે હળવો લાઠીચાર્જ કરતાં દોડધામ થઈ હતી.

140ની અટકાયત

ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા હતા અને પ્રવાસીઓને રોકવા લાગ્યા હતા. પોલીસે ટોળાને વિખેરીને 140 લોકોને ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments