સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા જઇ રહેલા સહેલાણીઓ માટે રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવશે. પાંચ મહિના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ નું ઉદ્ધાટન કર્યું હતું. રેલ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી.
નિવેદન અનુસાર આ ટ્રેન સરકારની ‘ભારત દર્શન યોજના’ હેઠળ ચલાવવામાં આવશે. ચંડીગઢથી ચાર માર્ચથી શરૂ થઇ રહેલી આ સ્પેશિયલ ટ્રેન હેઠળ 8 દિવસ અને સાત રાત્રીની યાત્રા પેકેજ હશે.
યાત્રા હેઠળ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, મધ્ય પ્રદેશના ઇન્દોરની પાસે ઓમકારેશ્નર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્રના નાસિકમાં ત્રંબકેશ્વર અને શિરડી જેવા તીર્થસ્થળોને સામેલ કરવામાં આવશે.
આ અનુસાર યાત્રા પેકેજ હેઠળ ભાડું પ્રતિ વ્યક્તિ 7560 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ હેઠળ ચંડીગઢ, અંબાલા, કુરુક્ષેત્ર, કરનાલ, પાણીપત, દિલ્હી કેન્ટ, રેવાડી, અલવર અને જયપુર જેવા ઘણા સ્ટેશનો પરથી ચઢવા અને ઊતરવાની સુવિધા હશે.
નિવેદન અનુસાર લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પેકેજની ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેન વડોદરા સ્ટેશન પર રોકાશે અને અહીંથી યાત્રીઓને બસથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી લઇ જવામાં આવશે.