Tuesday, December 7, 2021
Homeસ્ટેટ ઓફ યુનિયન સ્પીચ આપવાની ટ્રમ્પની મનાઇ, કહ્યું - પહેલાં શટડાઉન ખતમ...
Array

સ્ટેટ ઓફ યુનિયન સ્પીચ આપવાની ટ્રમ્પની મનાઇ, કહ્યું – પહેલાં શટડાઉન ખતમ કરો

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે, તેઓ સ્ટેટ ઓફ યુનિયન સ્પીચ ત્યારે જ આપશે જ્યારે સરકારનું શટડાઉન ખતમ થઇ જશે. મેક્સિકો બોર્ડર પર દીવાલ મુદ્દે લઇને અંદાજિત એક મહિનાથી સરકાર આંશિક રીતે હડતાળ પર છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસીએ ટ્રમ્પને શટડાઉન દરમિયાન સ્પીચ આપવાની મનાઇ કરી હતી.

32 દિવસથી અમેરિકામાં આંશિક શટડાઉન

ટ્રમ્પે ટ્વીટમાં પેલોસીનો ઉલ્લેખ કર્યો

પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું, શટડાઉન હજુ પણ યથાવત છે. પેલોસીએ મને આ દરમિયાન સ્ટેટ ઓફ ધ યુનિયન સ્પીચ આપવા માટે કહ્યું. મેં મંજૂરી આપી હતી. શટડાઉનના કારણે તેઓએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને અન્ય તારીખમાં સ્પીચ આપવાની વાત કહી.

https://twitter.com/realDonaldTrump/status/1088288311922307072

ટ્રમ્પે એમ પણ કહ્યું કે, સ્પીચ માટે કોંગ્રેસને બદલે કોઇ અન્ય સ્થાનની વાત વિચારી નથી રહ્યા. કારણ કે, આ ઇતિહાસ, પરંપરા અને સદનની ગરિમા સાથે જોડાયેલો મામલો છે.

https://twitter.com/realDonaldTrump/status/1088289916826648577

અમેરિકાના પ્રેસિડન્ટ દર વર્ષે જાન્યુઆરીમાં સ્ટેટ ઓફ ધ યુનિયન સ્પીચ આપે છે. આ દરમિયાન કોંગ્રેસના બંને ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટ)ના સાંસદ હાજર રહે છે. એક પ્રકારે સ્પીચમાં પ્રેસિડન્ટની આર્થિક સહિત રાષ્ટ્રીય નીતિઓનો સમાવેશ થાય છે.

સ્ટેટ ઓફ ધ યુનિયન સ્પીચ આપવાની પરંપરા 1913માં 28માં પ્રેસિડન્ટ વુડરો વિલ્સનના સમયથી શરૂ થઇ હતી. તેઓનું માનવું હતું કે, પ્રેસિડન્ટને કોંગ્રેસની સામે પોતાનો લેજિસ્લેટિવ એજન્ડા સામે મુકવો જોઇએ.

ટ્રમ્પે પ્રસ્તાવ આપ્યો હતો

ટ્રમ્પે હાલમાં જ શટડાઉન ખતમ કરવાનો એક પ્રસ્તાવ મુક્યો હતો. જે હેઠળ પ્રેસિડન્ટે 7 લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની સુરક્ષાની વાત કહી હતી. જેના બદલે તેઓ ઇચ્છે છે કે, અમેરિકા-મેક્સિકો સીમા પર દીવાલ બનાવવા માટે 5.7 બિલિયન ડોલર (અંદાજિત 40,000 કરોડ રૂ.) આપવાના છે. ડેમોક્રેટ્સે ટ્રમ્પનો આ પ્રસ્તાવ એવું કહીને ફગાવી દીધો હતો કે, તે સફળ નથી થઇ શકતો.

અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું શટડાઉન

છેલ્લાં 32 દિવસથી અમેરિકાની સરકાર શટડાઉન પર છે. અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી લાંબુ શટડાઉન છે. હકીકતમાં ટ્રમ્પની આગેવાનીમાં રિપબ્લિકન્સ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની આગેવાનીમાં ડેમોક્રેટ્સ એકજૂથ થયા હતા. ડેમોક્રેટ્સ સરકારને દીવાલ માટે ફંડ આપવાના પક્ષમાં નથી. જેના કારણે ફેડરલ સરકારના અંદાજિત 8 લાખ કર્મચારીઓ આંશિક રીતે કામ નથી કરી રહ્યા.

ટ્રમ્પે શટડાઉન ખતમ કરવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, બંને પક્ષો (રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સે)ને સાથે આવવું જોઇએ. આ એવા ગંભીર અવાજોથી આપણાં ભવિષ્યને પુનઃપ્રાપ્ત કરવાનો સમય છે જે સમજૂતી કરવા અને ખુલ્લી સીમાઓની માગણી કરવાથી ડરે છે. તેઓ માને છે કે, આનાથી ડ્રગ્સની હેરાફેરી, માનવ તસ્કરી અને અન્ય અપરાધોની સંખ્યા વધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments