Sunday, October 24, 2021
Homeસ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બાદ આજે પંજાબ નેશનલ બેન્કે વ્યાજ દરમાં 0.10%નો...
Array

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બાદ આજે પંજાબ નેશનલ બેન્કે વ્યાજ દરમાં 0.10%નો ઘટાડો કર્યો

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કે(PNB)વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો વિવિધ સમયગાળા માટે કરવામાં આવ્યો છે. પીએનબીએ શેરબજારને આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે આ ઘટાડો 1 માર્ચ 2019થી લાગું થશે. એક વર્ષ માટેની લોન પર વ્યાજ દર 8.55 ટકાથી ઘટાડીને 8.45 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષના ગાળાની લોન પર આ દર 8.65 ટકા હશે.

આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યો હતો

એક દિવસ, એક મહિનો, ત્રણ મહિના, છ મહીના માટે એમસીએલઆરને 0.10 ટકા ઘટાડીને અનુક્રમે 8.05 ટકા, 8.10 ટકા અને 8.15 ટકા કરવામાં આવ્યો છે. બેઝ રેટ 9.25 ટકા રહેશે. અગાઉ 8 ફેબ્રુઆરીએ દેશની સૌથી મોટી બેન્કે એસબીઆઈએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર 0.05 ટકા ઘટડવા અંગેની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ રેપો રેટને 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કરવામાં આવ્યો હતો.
બેન્કોએ વ્યાજ દરો ઘટાડવાનો વાયદો કર્યો હતો

રેપો રેટમાં ઘટાડા બાદ આરબીઆઈએ અન્ય બેન્કો પર લોન સસ્તી કરવા માટે દબાણ કર્યું હતું. તે માટે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સરકારી અને પ્રાઈવેટ બેન્કોના પ્રમુખોની સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન દાસે કહ્યું હતું કે કેન્દ્રીય બેન્કે તેના વ્યાજ દરમાં જે ઘટાડો કર્યો છે, તેનો લાભ આમ લોકો સુધી પહોંચે તે ખૂબ જ  જરૂરી છે. આ અંગે બેન્કરોએ કહ્યું કે તાત્કાલિક લોનના વ્યાજ દરો ઘટાડી શકાશે નહિ પરંતુ તેમાં તબક્કાવાર ઘટાડો કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે માર્ચમાં અન્ય બેન્કો પણ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શકયતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments