Saturday, September 25, 2021
Homeસ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂ ભરીને આવતી રાજસ્થાની ટ્રક...
Array

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂ ભરીને આવતી રાજસ્થાની ટ્રક ઝડપી પાડી

નાના ચિલોડા સર્કલ પાસેથી સ્ટેટ મોનીટરીંગ ટીમે ૭૧૦૮૯ વિદેશી દારૂની બોટલો અને ટ્રક, પાઉડરની થેલી, મોબાઈલ સહીત ૪૩.૭૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

 

 

ગાંધીનગરન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે રાજસ્થાન ઉદેપુર તરફથી પથ્થરના પાઉડરની આડમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ ખાતે આવવાનો છે. ત્યારે પોલીસને પાક્કી બાતમી હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ખાનગી વાહનોમા નાના ચિલોડા પાસે વોચ ગોઠવી દીધી હતી. ત્યારે રાત્રીના ૧૧:૫૫ કલાકે આ ટ્રક અહિયાથી પસાર થતા પોલીસે તેમને ઉભી રાખી ટ્રકમા બેઠેલા ચાલક અને અન્ય એક ઈસમને ટ્રક વીશેની માહિતી લેતા ચાલક ટ્રકમા પથ્થરનો પાઉડર ભર્યો હોવાનુ પોલીસને જણાવતા અન્ય પોલીસ સ્ટાફ ટ્રક ઉપર ચડી જઈને પાઉડરની આડમા સંતાડેલો વિદેશી દારૂ જોતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. ટ્રકમાંથી ૭૧૦૮ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની બજાર કીમત ૨૮.૨૨.૯૭૫ જેટલી થવા પામી હતી. અને પોલીસે ટ્રકની કીમત ૧૫ લાખ રૂપીયા અને મોબાઈલ સહીત તમામ મુદ્દામાલ સાથે ૪૩.૭૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. અને ટ્રક ચાલક ઉદેલાલ અને એક અન્ય ઈસમની પોલીસે ધરપકડ કરી. ટ્રક નંબર આર.જે-૨૭-જી.બી-૨૦૨૮ ઝડપી પાડી હતી. આમ પોલીસે બે ઈસમો સહીત આઠ શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામા આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments