સ્પાઈસ જેટનું વિમાન લેન્ડિંગ સમયે રનવે પરથી સ્લીપ થયું, આગળનું પૈડું તૂટ્યું; તમામ યાત્રિકો સલામત

0
26

મુંબઈઃ શિરડી એરપોર્ટ પર સોમવારે સ્પાઈસ જેટનું એક વિમાન રનવે પર સ્લીપ થઈ ગયું. સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 946 દિલ્હીથી શિરડી આવી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાને કારણે એરપોર્ટના ઓપરેશન પર અસર પડી છે. અને થોડાં સમય માટે રનવે બંધ કરી દીછો છે. વિમાનમાં કેટલાં યાત્રિકો બેઠા હતા તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ તમામ યાત્રિકો સુરક્ષિત હોવાની માહિતી આપી છે.

સૂત્રના જણાવ્યા મુજબ લેન્ડિંગ વખતે ટચ ડાઉન પોઈન્ટથી 30-40 મીટર દૂર વિમાન ઉતર્યુ અને રનવે પર સ્લીપ થઈ ગયું. આ ઘટનાને કારણે એરપોર્ટના તમામ ઓપરેશન બંધ થઈ ગયા છે. આ ઘટનાને કારણે શિરડી આવતાં શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્પાઈસ જેટના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે તમામ યાત્રિકોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here