સ્માર્ટ ટીવી / જાપાનની જેવીસી કંપનીએ ભારતમાં 6 ટીવી લોન્ચ કર્યા, કિંમત 7499 રૂપિયાથી શરુ

0
72

  • CN24NEWS-14/06/2019

ગેજેટ ડેસ્ક: જાપાનની કંપની જેવીસીએ ભારતના માર્કેટમાં એકસાથે 6 નવા સ્માર્ટ LED ટીવી લોન્ચ કર્યા છે. આ બધા ટીવીની કિંમત અને સાઈઝ ગ્રાહકોને પસંદ પડે તેવી છે. કંપનીનું સૌથી સસ્તું ટીવી 24 ઇંચનું છે, જેની કિંમત 7499 રૂપિયા છે. નવા ટીવીમાં 32 ઇંચના 3 અને 39 ઇંચના 2 મોડલ સામેલ છે. ગ્રાહક જેવીસી કંપનીના ટીવીને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકે છે. ભારતના માર્કેટમાં સ્માર્ટ ટીવીની પરિસ્થિતિ જોઈને જેવીસી કંપની અને શાઓમી વચ્ચે બરાબરની ટક્કર થશે તેવું લાગી રહ્યું છે.

જેવીસી કંપનીના દરેક ટીવીમાં સ્માર્ટ કનેક્ટિવિટી માટે બ્લૂટુથ, વાઇ-ફાઇ અને સ્ક્રીન કાસ્ટિંગ જેવા ફીચર છે. આ સિવાય USB પોર્ટ અને HDMI પોર્ટ પણ મળશે. ટીવીમાં 1 GB રેમ અને 8 GB ઇન્ટર્નલ સ્ટોરેજ આપ્યું છે. સ્માર્ટ રિમોટની સાથે ટીવીમાં યુ ટ્યુબ અને નેફાલિક્સ જેવી એપ પ્રિ-ઇન્સ્ટૉલ કરેલી છે. યુઝર્સ તેમની જરૂરિયાત પ્રમાણે બીજી એપ પણ ઇન્સ્ટૉલ કરી શકશે. સાઉન્ડ માટે 24 વૉટનું સ્પીકર મળશે.

ટીવીનું મોડલ કિંમત
JVC 24N380C 7,499 રૂપિયા
JVC 32N380C 9,999 રૂપિયા
JVC 32N385C 11,999 રૂપિયા
JVC 32N3105C 11,999 રૂપિયા
JVC 39N380C 15,999 રૂપિયા
JVC 39N3105C 16,999 રૂપિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here