સ્માર્ટ સિટીઃ અમદાવાદમાં અહીં હજુ પણ ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવું પડે છે

0
65

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦નું રૂ.૭પ૦૯ કરોડનું જંબો ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા રજૂ કરાયું છે. તંત્રના આ ડ્રાફટ બજેટને ‘મોડર્ન અમદાવાદ’નાં સોનેરી સ્લોગન હેઠળ મૂકીને લોકોને આંજી દેવાયા છે. જોકે કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ નારણપુરા જેવા શહેરના પોશ વોર્ડમાં પાણીનો કકળાટ સર્જાતાં નાગરિકોને ટેન્કર દ્વારા પાણી પુરૂં પડાય છે.


નારણપુરા વોર્ડનુ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ મેયર ગૌતમ શાહની ભાજપના ચાર કોર્પોરેટર ધરાવતી પેનલ કહે છે શહેરમાં નારણપુરા વોર્ડ પોશ વોર્ડ ગણાતો હોવા છતાં સ્થાનિક લોકોને પાણી, ગટર, રસ્તા જેવી સામાન્ય પ્રજાલક્ષી સુવિધાના મામલે પરેશાન થવું પડે છે.

આજે સવારથી સોલા વિસ્તારના સરગમ, ચાંદની, કલ્પતરુ, કામધેનુના સેંકડો લોકો પાણી પુરવઠાથી વંચિત રહ્યા હતા. જેના કારણે ગૃહિણીઓમાં રોષ ફેલાતાં તંત્ર દ્વારા ટેન્કર દ્વારા પાણી પૂરું પડાયું હતું. જોકે કેટલાંક ટેન્કરમાંથી ડોલમાં કાળા રંગનું દૂષિત પાણી ઠલવાતું જોઇને લોકો ચોંકી ઊઠ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here